કુતિયાણા ના ખાગેશ્રીથી જામજોધપુર જતા રસ્તે ટેકરીઓ વચ્ચે સફેદ રંગ નું કાળીયાર હરણ મળી આવતા લોકો માં આશ્ચર્ય જોવા મળે છે.
કુતિયાણાના ખાગેશ્રીથી જામજોધપુર જતા રસ્તે ડુંગરાળ વિસ્તાર માં અનેક ટેકરીઓ આવેલી છે આ વિસ્તાર જંગલ વિસ્તાર હોવાથી અહી હરણ,નીલગાય, શિયાળ સહિતના વન્યપ્રાણીઓ મોટી સંખ્યા માં જોવા મળે છે તાજેતરમાં જ અહી સફેદ રંગનું કાળીયાર હરણ નજરે ચડતા લોકો માં આશ્ચર્ય જોવા મળે છે. ધવલભાઈ ભૂતિયા નામના પ્રકૃતિ પ્રેમી એ જણાવ્યું હતું કે જે રીતે માનવીમાં મેલેનિન તત્વની ખામી હોય ત્યારે તેની ચામડી એકદમ સફેદ હોય છે. ઉપરાંત સાપ સહિતની પ્રજાતી માં પણ આ જીનેટીકલી ખામી જોવા મળતી હોય છે તે જ રીતે આ હરણ પણ મેલેનિન તત્વની ખામી ધરાવતુ હોવાથી સફેદ રંગ છે. અગાઉ આ જ વિસ્તાર માં આલ્બેનીયમ તત્વ ની ખામી ધરાવતા સફેદ માદા કાળીયાર તો અનેક વખત જોવા મળ્યા છે. પરંતુ પ્રથમ વખત નર કાળીયાર મળી આવ્યું છે હજારો કાળીયાર માંથી એકાદ જ આવું કાળીયાર હોય છે જેને નિહાળી લોકો અચંબા માં મુકાય છે.