પોરબંદર માં નવોદિત કલાકારો ને મંચ આપવા સુર સંગમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૩૧ કલાકારો એ ભાગ લીધો હતો.
પોરબંદરની જનતામાં રહેલી સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકલા, છબીકલા, લોકકલા, શિલ્પકલા વગેરે નવ જેટલી કલાઓને ઉજાગર કરી આ કલાના સાધકોને મંચ પૂરું પાડવા દોઢ વર્ષ પહેલાં “નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન”ની સ્થાપના કરવામાં આવી હતી. જેના ભાગરૂપે નવરંગ સંસ્થા દ્વારા સમયાંતરે જુદી જુદી કલાઓના કાર્યક્રમો યોજવામાં આવે છે તેના ભાગરૂપે “સંગીત કલા”ને સ્ટેજ આપવા માટે સૂર સંગમ ધ મ્યુઝિક ફેસ્ટ 2024 કાર્યક્રમ યોજાયો હતો.
ચોપાટી ખાતે આયોજિત સંગીતના આ કાર્યક્રમમાં 31 જેટલા નવોદિત કલાકારોએ હિન્દી ગીતો, ગુજરાતી ગીતો, ગઝલ, કવાલી, ભજન, લોકગીત વગેરે સંગીતના તમામ પ્રકારો એકજ સ્ટેજ ઉપરથી રજૂ કરી ચોપાટી ઉપર હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંગીતના તાલે ડોલાવી દીધી હતી.
■ 31 નવોદિત કલાકારોએ સંગીતના સૂર રેલાવ્યા :
આ સંગીત કાર્યક્રમમાં પોરબંદરના 31 જેટલા નવોદિત કલાકારોએ ઘૂઘવતા સમુદ્ર કિનારે સંગીતના સૂરો રેલાવ્યા હતા જેમાં જયેશ મણીયાર, જાહલ ભોગેસરા, જગદીશ મકવાણા, કેપ્ટન વિનોદ, કાર્તિક સોઢા, કલ્પેશ શાહ, હર્ષ હીરાણી, અશોક નંદાણીયા, હિના જોશી, સંજય મણીયાર, ધાર્મિક ઢાકેચા, દ્રષ્ટિ કુકડીયા, બસીર સાટી, દિવ્ય ગોસ્વામી, પ્રકાશ બારોટ, રાજ મોઢવાડીયા, દિનેશ ધોકાઈ, ભવિષા સુંડાવદરા, સ્નેહલ રુઘાણી, રિના ઓડેદરા, દધિચી ઓઝા, રાજન સોલંકી, ડો. ઉર્વીશ મલકાણ, ઇશા ચૌહાણ, પૂજા થાનકી, બસીર ટાંક, ભરત શર્મા, ઇશિતા સોઢા, પ્રકાશ પરમાર, જીજ્ઞેશ પાટણેશા અને જાગૃતિ મોદી સહિતના નવોદિત કલાકારોને કપિલ જોશી, કલ્પેશ ચૌહાણ, રવિ એરડા અને ફઝલ ઉસ્તાદ સહિતના આર્ટિસ્ટ ટીમ દ્વારા સૂર તાલ સહિતની સમજ આપવામાં આવી હતી.
■ મહાનુભાવોએ નવરંગના આયોજનને બિરદાવ્યું
પોરબંદરના સામાજિક આગેવાનો અનિલભાઈ કારીયા, ડો. સુરેશભાઈ ગાંધી, અશ્વિન ચોલેરા, ફારૂક સૂર્યા, ડો. કમલેશ સદાણી, ડો. હીરાભાઈ કોડીયાતર, ડો. નિખિલ રૂપારેલીયા, મહેન્દ્રભાઈ બોરીસાગર વગેરે મહાનુભાવોએ કાર્યક્રમના અંત સુધી ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દરેક નવોદિત કલાકારોને સાંભળી ખૂબ પ્રભાવિત થયા હતા. પોરબંદરમાં આવા સુંદર કાર્યક્રમના આયોજન માટે નવરંગની સમગ્ર ટીમને અભિનંદન આપી બિરદાવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણિયા અને સેક્રેટરી સ્નેહલ જોશી, સંયોજક અમીબેન પઢીયાર, સુનિલ મોઢા, સંજય માળી અને નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આગવી શૈલીમાં સુંદર સંચાલન જાણીતા આરજે મિલન પાણખાણીયા અને પૂજાબેન રાજાએ કર્યું હતું