Friday, July 4, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં સુધરાઈ સભ્યએ પુત્રની શાદી નિમિત્તે કર્યુ સમુહ શાદીનું આયોજન

પોરબંદરમાં વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલર ના પુત્ર ની શાદી પ્રસંગે સમૂહશાદી નું આયોજન સંપન્ન થયુ હતુ. જેમાં ૧૦ દુલ્હા-દુલ્હનોએ નિકાહ પઢયા હતા.

પોરબંદર વી.જે. મદ્રેસાના ઓન. સેક્રેટરી અને પોરબંદર-છાયા નગરપાલિકાના કાઉન્સિલર, તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા ફારૂકભાઈ સુર્યા ના પુત્ર અબ્દુલકાદિર ની શાદી પ્રસંગે સમૂહ શાદીનું શાનદાર આયોજન કરવામાં આવતા હલીમા મસ્જિદ ખાતે ૧૦ દુલ્હાએ નિકાહ પઢી હતી તેમજ વી.જે. મદ્રેસા ગર્લ્સ સ્કૂલ ખાતે એ જ સમયે દુલ્હનો માટે આમીનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ બપોરે સમૂહ જમણવારનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સમૂહ શાદીની પૂર્વ સંધ્યા એ વી.જે. મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મહેફિલ મિલાદનું શાનદાર આયોજન થયું હતું. જેમાં બુખારી મિલાદ પાર્ટી એ નાઅત-મનકબત પેશ કરી હતી. મિલાદશરિફ તેમજ નિકાહ કાર્યક્રમ પોરબંદરની હલીમા મસ્જિદના પેશ ઇમામ હઝરત સૈયદ જલાલબાપુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રોગ્રામમાં હઝરત અલ્લામા ગુલઝાર અહમદ નુરી સાહબ (જૂનાગઢ), ખલીફા એ હુઝૂર તાજુશરીયાહ વ ખલિફા એ અમીને મિલ્લત, હઝરત અલ્લામા વ મોલાના મુક્તી અશરફરઝા સાહબ બુરહાની (રતનપુર ખેડા) એ તકરીર કરી તમામ નવ દંપતીઓને કુટુંબ ભાવના કેળવવા તેમજ સુખી દામ્પત્ય જીવન જીવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ખલીફા એ હુઝૂર તાજુશરીયાહ મોલાના હાજી યુસુફ દુફાની હસમતી (પોરબંદર) તેમજ ઓલમાએ કિરામ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નિકાહ બાદ લગ્ન નોંધણી પ્રમાણપત્ર વિતરણ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, પોરબંદર છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનન ચતુર્વેદી તેમજ પોરબંદર સિપાઈ જમાતના પ્રમુખ ફેઝલખાન હાજી બશીરખાન પઠાણ, સંધિ મુસ્લિમ જમાત મોટી પોરબંદર ના પ્રમુખ આરીફભાઇ હાજી કાસમભાઈ હાલાઈપૌત્રા, આફ્રિકા થી ખાસ પધારેલ શફીભાઈ બાટવીયા, ડાયેટ ભવનમાંથી અલ્તાફભાઈ રાઠોડ, હારૂન ભાઈ સાટી તેમજ લોહાણા સમાજ ના પ્રમુખ સંજયભાઈ કારિયા, સંજયભાઈ માળી,મુસ્લિમ જમાતની જુદી જુદી જમાતો, સામાજિક સંસ્થાઓ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દુલ્હા – દુલ્હનો ને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે