Tuesday, December 6, 2022

|| तुम रक्षक काहू को डरना ||

મહેર જ્ઞાતિ સંગઠનને વિક્સાવા તેમજ સર્વાંગી વિકાસઅર્થે ઈસ્ટ આફિકા ખાતે યોજાયેલ યુગાન્ડા સમિટ-૨૦રર નુ સફળ સમાપન

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા મહેર જ્ઞાતિના સર્વાંગી વિકાસ અર્થે તાજેતરમાં ઈસ્ટ આફ્કાના યુગાન્ડા ખાતે આંતરરાષ્ટ્રીય મહેર સંમેલન ”યુગાન્ડા સમિટ-૨૦રર૨”નું આયોજન કરવામાં આવેલ છે. યુગાન્ડા સમિટ-૨૦રરના આયોજનમાં યુ.કે. , અમેરીકા, કેનેડા, દુબઈ, આફિકા તેમજ ભારત સહિતના દેશ વિદેશથી
બહોળી સંખ્યામાં મહેર જ્ઞાતિજનોએ સહપરિવાર હાજર રહયા હતા.

તા.૨૮-૧૦-૨૦૨૨ થી ૦૩-૧૧-૨૦૨૨ સુધી યુગાન્ડાના મુન્યોન્યો કોમનવેલ્થ રીસોર્ટ ખાતે સાત દિવસ માટે જ્ઞાતિના મજબુત સંગઠન સાથે સામાજિક,શેક્ષણિક, સાંસ્કૃતિક તેમજ વ્યાવસાયિક સહિતની વિવિધ વિકાસ અર્થેની પ્રવૃતિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું.

આ સમિટના પ્રથમ દિવસે સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા તથા સાથી ઉપપ્રમુખઓ તેમજ ઈસ્ટઆફિકાથી રણમલભાઈ કેશવાલા,સ્વામી પરમાત્માનંદજી તેમજ સ્થાનિક મહેર સમાજના આગેવાનોના હસ્તે માં લીરબાઈ આઈ તથા પૂજય માલદેવ બાપુની સુક્ષ્મ હાજરીમાં દિપ પ્રગટાવી આ સમિટની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

આ સમિટમાં જ્ઞાતિનું સંગઠન મજબુત બને અને જ્ઞાતિજનો એક બીજાથી નજીક આવી શકે તે માટે દરેક દિવસે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં જ્ઞાતિજનોનો એકબીજા સાથે પરિચય થાય,ઈદી અમિન ના શાસન કાળ દરમિયાન ભોગવેલી પારાવાર મુશ્કેલીઓ સંભારણા ત્યારબાદની સમાજની વિકાસયાત્રા, જ્ઞાતિ
ના સામાજિક-શેક્ષણિક પ્રશ્નોના નિરાકરણ પ્રામાણિક ચર્ચાઓ માટે વિધયાત્મક પેનલ ડિસકશન,જ્ઞાતિજનોમાં રહેલી સુષુપ્ત શકિતઓની ખિલવણી માટે સ્ટેજ કાર્યક્રમ તેમજ જ્ઞાતિનાપરંપરાગત પહેરવેશમાં સાંસ્કૃતિક ઝાંખી કરાવતા મણીયારા રાસ, રાસડા, તલવાર બાજી જેવા કાર્યક્રમનું આયોજન,

પોરબંદરથી ખાસ પધારેલ દેવરાજ ભાઈ ગઢવી (ઉપલેટા) દ્વારા આપણી ભાતીગળ લોક સંસ્કૃતિને રજુ કરી હતી સાથે ખેલદીલીની ભાવના વધે તેવા શુભ આશય વિવિધ રમતો સાથે સ્પોટર્સ ડેનું આયોજન, ફિલ્ડ ટ્રી જેમાં લુગાઝી , કરીરા, જીંજા, નાઈલ નદીના ઉદગમસ્થાન સહિત નાનજી કાલીદાસ મહેતા પરિવાર તથા માધવાણી પરિવારના સાબા તથા સુગર ફેક્ટરીઓ સ્થાનિક શાળાઓ, આરશોગ્યની સુવિધાવાળી હોસ્પિટલો સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી સાથો સાથ સ્વાસ્થ્યની સુખાકારી માટે નિયમિત યોગ સેશન અને યુગાન્ડા સમિટના અંતિમ દિવસે ફેરવેલ પાર્ટીનું આયોજનકરવામાં આવેલ હતું.

જેમાં સ્થાનિક આફ્કાની લોક સંસ્કૃતિ રજૂ કરતા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અંત ભાગમાં ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આયોજીત યુગાન્ડા સમિટ – ૨૦રરના આયોજન માં પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે તન, મન અને ધનથી સાથ સહકાર આપનાર તમામ જ્ઞાતિજનોનો સંસ્થાના પ્રમુખ
વિમલજી ભાઈ ઓડેદરાએ આભાર વ્યકત કરી આ યુગાન્ડા સમિટને પુર્ણ જાહેર કરેલ હતી. .

યુગાન્ડા ખાતે યોજાયેલી આ સમિટમાં મુખ્ય મહેમાન તરીકે પોરબંદર તેમજ યુગાન્ડાના ઉધોગપતિ નાનજી ક્રાલીદાસ મહેતા પરીવારના મોભી મહેન્દ્રભાઈ મહેતા, શ્રીમતિ સુનયનાબેન મહેતા, યુગાન્ડાના નાયબ વડા પ્રધાન તેમજ પૂર્વ સ્પિકર રુબેકા કડગા, રાષ્ટ્રપતિના મુખ્ય સલાકાર સામ અન્ગોલા, સુધીરભાઈ રૂપારેલીયા
સાથે સ્થાનિક વિવિધ ભારતીય સમાજના આગેવાનો હાજરી આપી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા જ્ઞાતિના વિકાસમાટે આયોજિત યુગાન્ડા સમિટને આવકારીને આયોજકોને શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ મહેન્દ્રભાઈ મહેતાને મહેર સમાજની ગરીમા ધરાવતી પાઘડી પહેરાવી હતી તેમજ શાલ સાથે મોમેન્ટો અર્પણ કર્યા હતા, યુગાન્ડાના નાયબ વડાપ્રધાન રુબેકાજીને સ્મીતાબેન ઓડેદરાએ શાલ સાથે મોમેન્ટો અપર્ણ કરી આવકાર્યા હતા.રણમલ
ભાઈ કેશવાલાએ યુગાન્ડાના રાષ્ટ્રપતિના સલાહકાર સામ અન્ગોલાનો મહેર જ્ઞાતિની પરંપરાગત પાધડી પહેરાવીતેમજ શાલ સાથે મોમેન્ટો અર્પણ કરેલ હતા તેમજ આર્યકન્યા ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીની બહેનો દ્વારા શાલ અર્પણ કરી શ્રીમતિ સુનયનાબેન મહેતાનું ભાવવંદના સાથે સ્વાગત કરેલ હતું.

તેમજ આ સમિટના મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારેલા વિવિધ સમાજના આગેવાનો તેમજ મુન્યોન્યો કોમન વેલ્થ રીસોર્ટના સંચાલક સુધીરભાઈ રૃપારેલીયાને સંસ્થાના ઉપપ્રમુખઓ દ્વારા શાલ અર્પણ કરી આવકાર્યા હતા.

આ તકે વિમલજીભાઈ ઓડેદરાએ સોને શબ્દોથી આવકાર્યા હતા તેમજ મહેર સમાજના વિકાસમાં મહેતા પરીવારનો પણ જરૂરી સાથ સહકાર સાંપડયો છે તે બદલ મહેતા પરીવારનો મહેર સમાજ સદા ત્રદણી રહેશે.તેમજ જણાવેલ તથા યુગાન્ડા સરકાર અને સ્થાનિક પ્રસાસનદ્વારા પણ ખુબ સાથ સહકાર મળ્યો છે તે બદલ તેઓનો પણ આભાર વ્યકત કરેલ. કાર્યક્રમના મુખ્ય મહેમાન મહેતા પરીવારના મોભી મહેન્દ્રભાઈ મહેતાએ પોતાના વકતવ્ય માં જણાવેલ આજ રોજ મહેર સમાજ તરફથી મળેલ માન અને સન્માનના મુખ્ય હકદાર મારા પિતાજી નાનજી ક્રાલીદાસ મહેતા છે છતા પણ આજ રોજ ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા કરવામાં આવેલ મારા
સન્માન બદલ મહેતા પરિવાર આપનો આભારી રહેશે.

વધુમાં તેઓએ જણાવેલ કે મહેર સદા તેમની સંસ્કૃતિથી જાણીતો રહયો છે. આજે દેશ વિદેશમાં સ્થાઈ થયેલા મહેર સમાજ વિશ્વ કક્ષાએ પોતાની હાજરીની નોધ આપી
શકે છે એવી સમર્થ સંસ્કૃતિ ધરાવે છે. સમસ્ત મહેર સમાજને ઉતરોતર પ્રગતિ કરતા રહી મહેર સમાજનું ગોરવ વધારવા બદલ તમામને શુભકામના પાઠવી હતી. ત્યારબાદ યુગાન્ડાના નાયબ વડાપ્રધાન સુશ્રી રુબેકાજીએ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આયોજિત યુગાન્ડા સમિતિમાં દેશ વિદેશથી પધારેલા જ્ઞાતિજનોનું યુગાન્ડા ખાતે સ્વાગત કરેલ હતું તેમજ તેઓએ જણાવેલ કે યુગાન્ડા વાસીઓ હમેશા મિલનશાર સ્વભાવ ધરાવે છે તેમજ અહીની સરકાર પણ યુગાન્ડાના વિકાસ માટે વિદેશમાં રહેલા લોકોને પોતાના ધંધા – વ્યવસાય અર્થે મુકત પણે યુગાન્ડામાં રોકાણ કરવા આવકાર્યા હતા આ માટે તમામ જરૂરી સુવિધા સાથે સુરક્ષા આપવાની ખાતરી આપેલ હતી.

આ સમિટમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા આપવામાં આવેલ આમંત્રણ બદલ સંસ્થાની આભાર વ્યક્ત કરી પોતાનું વકતવ્ય પૂર્ણ કરેલ. અંતમાં યુગાન્ડાના રાષ્ટ્રપતિના મુખ્ય સલાહકાર સામ અન્ગોલા એ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં સંસ્થા દ્રારા આપવામાં આવેલ સન્માન બદલ આભાર વ્યકત કરી આ સમિટમાં
હાજરી આપેલ તમામ લોકોનું યુગાન્ડા વતી સ્વાગત કરેલ હતું મહેર સમાજનો યુગાન્ડા ખાતે અતુટ નાતો રહયો છે તે ભવિષ્યમાંપણ આજ રીતે સેો। સાથે મળીને કાર્ય કરશે. તેવો આશાવાદ રાખી સાનો આભાર માન્યો હતો.આ તકે મહેર યુવાનોએ આપણી પરંપરાગત પહેરવેશમાં મણીયારો રાસ અને બહેનોએ ભાતીગળ રાસડો રજુ કરી આપી લોક સંસ્કૃતિનો કાર્યક્રમ રજુ કર્યો હતો.

યુગાન્ડા સમિટ–૨૦રરના સફળ આયોજન માટે સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, ઈસ્ટઆફ્િકા મહેર સુપ્રિમ કાઉન્સીલના મુખ્ય પ્રતિનિધી રણમલભાઈ કેશવાલા,સાથી મુખ્ય પ્રતિનિધી અશોક્જીભાઈ ઓડેદરા સંસ્થા ના ઉપપ્રમુખઓ સાજણભાઈ ઓડેદરા, બચુભાઈ આંત્રોલીયા, લાખાભાઈ કેશવાલા, આલાભાઈ ઓડેદરા, નવધણભાઈ બી. મોઢવાડિયા, વિવિધ પ્રવૃતિઓના કોડિનેટરમાં સ્વામી પરમાત્માનંદજી, ભીમાભાઈ ખુંટી (યુ.એસ.એ.), પ્રતાપભાઈ ઓડેદરા,રામભાઈ ઓડેદરા, પરબતભાઈ ઓડેદરા, નાગેસભાઈ ઓડેદરા

ઈસ્ટ આફિકાના સ્થાનિક ભાઈઓમાંથી કિશોરભાઈ મોઢવાડિયા,ભીમાભાઈ ખુંટી,દિનેશભાઈ ગોઢાણીયા,લીલાભાઈ કેશવાલા, સાજણભાઈ બોખિરીયા,લાખનભાઈ, કેશુભાઈ, રમેશભાઈ ઓડેદરા, દેવશીભાઈ ગરેજા, બહેનોમાં સ્મીતાબેન ઓડેદરા, શિલ્પાબેન કેશવાલા ચેતનાબેન રાણાવાયા, જયશ્રીબેન, તેમજ સ્થાનિક બહેનો, સ્થાનિક યુવાવર્ગમાંથી સાગરભાઈ કેશવાલા તથા સાવનભાઈ કેશવાલા સહિતના યુવાવર્ગ તેમજ વિવિધ દેશોમાંથી સહ પરિવાર પધારેલ જ્ઞાતિ આગેવાનો, દાતાશ્રીઓ સહિતના ભાઈઓ-બહેનો તથા ઈસ્ટ આફ્િકાના કાર્યકર્તાઓએ પોતાની જવાબદારી સાથે હાજરી આપી યુગાન્ડા સમિટને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.

આ સમિટમાં સુંદર અને પ્રભાવશાળી સ્ટેજ સંચાલન કિશોરભાઈ મોઢવાડિયા, કુણાલભાઈ ઓડેદરાએ કરેલ હતું. સાથે લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી તથા તેમની ટીમ,વિડિયોગ્રાફીમાં જેકસીભાઈ આગઠ,વિજયભાઈ બોખિરીયાએ પોતાની સેવા વિના મુલ્યે આપી હતી.આઈએમએસસી ઓફિસ એડમીનીસ્ટ્રેટર મેહુલભાઈ થાનકી
એ આ સમિટમાં હાજરી આપી પોતાની કામગીરી બજાવી હતી. આ સમિટના અંતે હાજર જ્ઞાતિજનોએ આગામી સમયમાં પણ જ્ઞાતિના વિકાસઅર્થે આ પ્રકારની સમિટના આયોજન માટે સંસ્થાને રજુઆત કરી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે