પોરબંદર ખાતે ૬૩મી સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૧૩૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા બનેલ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરાયા હતા.
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને સુબ્રટો મુકરજી સ્પોર્ટ્સ એજ્યુકેશન સોસાયટી આયોજીત તેમજ જિલ્લા રમત ગમત અધિકારી, પોરબંદર દ્વારા સંચાલિત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જિલ્લામાં ૬૩મી સુબ્રટો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ સ્પર્ધા-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા.૦૧ મેના રોજ સવારે ૮:૩૦ કલાકે સેન્ટ જોસેફ સ્કુલના મેદાન ખાતે સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ સ્પર્ધામાં પંચ રેફરી તરીકે તેજસભાઈ વિછી, જેરોમભાઈ લોબો, નીતેશભાઈ ડોડીયા, પરિમલભાઈ પાંજરી, સંગીતાબેન ઓડેદરા, કાનાભાઈ હુણએ સેવા આપી હતી. જેમાં ભાઈઓ અને બહેનો મળી કુલ ૧૩૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંડર ૧૪ (ભાઈઓ) પ્રથમ ક્રમે યાજ્ઞવલ્કય વિદ્યા મંદિર, દ્વિતીય ક્રમે જે.વી.જેમ્સ સ્કુલ, અંડર ૧૭ (બહેનો) પ્રથમ ક્રમે એ.એન.કે. મહેતા સ્કુલ ફટાણા, દ્વિતીય ક્રમે ચમ મેમોરિયલ સ્કુલ, અં-૧૭ (ભાઈઓ) પ્રથમ ક્રમે સેન્ટ જોસેફ સ્કુલ, દ્વિતીય ક્રમે ચમ મેમોરિયલ સ્કુલ અવ્વલ આવતા વિજેતા બનેલ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરાયા હોવાનું જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા જણાવ્યું હતું.