Friday, September 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના ડાયેટ માં સ્થળાંતરિત થયેલ આરજીટી કોલેજ ફરી શરુ કરવા રજૂઆત

પોરબંદર ના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં સ્થળાંતરિત થયેલી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજને રાજમહેલમાં પુનઃ શરૂ કરવા શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે.

પોરબંદર જિલ્લા શાળા સંચાલક મંડળના મહામંત્રી કરશનભાઈ મોઢાએ શિક્ષણમંત્રી સહિત શિક્ષણ વિભાગના સચિવને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે રાજ્ય સરકાર સંચાલિત શિક્ષણ, શિસ્ત, સંસ્કાર સાથે શ્રેષ્ઠ શિક્ષકોનું ઘડતર કરતી અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના શિક્ષણમાં આદરણીય સ્થાન ધરાવનાર પોરબંદરની ગાંધીનગર જી.સી.આઈ. આર.ટી. સંચાલિત પોરબંદરની સરકારી રામબા ગ્રેજ્યુએટ (આર.જી.ટી. કોલેજ) બી.એડ, એમ.એડ.ની સને ૧૯૫૫થી પોરબંદરના રાજવી નટવરસિંહજીએ પોતાની માતુશ્રી રામબાની સ્મૃતિમાં શિક્ષણના હેતુસર પોતાની માલિકીની ૮૩ એકર જમીન સાથેનો ભવ્ય રાજમહેલ રામબા ગ્રેયએટ ટીચર્સ કોલેજ સને ૧૯૫૫ થી કાર્યરત છે.

ગાંધીનગર જી.સી.ઈ.આર.ટી. એ રાજમહેલ જર્જરિત થતા કેમ્પસમાં જ આવેલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદરમાં તા. ૩૦-૭-૨૦૧૬ રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજનું સ્થળાંતર થતા આ કોલેજ ભવનમાં ચાલુ છે.રાજમહેલમાં ચાલતી રામબા ગ્રેજયુએટ ટીચર્સ કોલેજનું રીપેર કરવા વિદ્યાર્થીઓએ આંદોલન ચલાવ્યુ હતુ તે રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં સાત કરોડ ફાળવીને આ કોલેજનું રીનોવેશન (રાજમહેલ) કરવાનું યુધ્ધના ધોરણે કામ ચાલુ રહ્યુ. આ ઉપરાંત ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાની લાગણીને ધ્યાને લઇને આ મહેલ ના રીપેરીંગ માટે વધારાની સાત કરોડની ગ્રાન્ટ ફાળવાતા આ રાજમહેલ નવા રૂપરંગ ધારણ કર્યા છે

ગાંધીનગર જી.સી. ઈ.આર. ટી. પચીસ વર્ષ જી.સી. ઈ.આર.ટી. કોલેજ માટે કશુ જ ન કર્યુ અંતે નિયામક જી.સી.ઈ.આર.ટી.ના અન્વયે પોરબંદર જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની રજૂઆતને ધ્યાને લઇને સચિવ શિક્ષણ વિભાગે ઠરાવ પ્રમાણે તા. ૪-૯-૨૦૧૮ના રોજ પોરબંદરની આર.જી.ટી. કોલેજનું તાલીમ ભવનમાં રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નામકરણ કરીને પોરબંદરની નામાંકિત આર.જી.ટી. કોલેજ બંધ કરી દીધી. આ કોલેજ બંધ થતા પોરબંદર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના શિક્ષણ જતે પુનઃ શરુ કરવા અપીલ કરી છે.

આ અગાઉ સને ૧૯૫૫ થી જી.સી.ઇ.આર.ટી. કોલેજ કમિશ્નર શાળાઓ મધ્યાહન કચેરી દ્વારા રી રીતે ચાલતી હતી પરંતુ ગાંધીનગર જી.સી.ઈ.આર.ટી. અને ૧૯૯૮માં સંચાલન સામેથી લઇને સંભાળતા ગાંધીનગર જી.સી.ઈ.આર.ટી. છેલ્લા ૨૦ વર્ષમાં સ્ટાફની ભરતી અને મહેલમાં રીનોવેશન માટે કશુ જ કાર્યવાહી ન થતા નટે ટીમ ભવનમાં સ્થળાંતર કરીને ગુજરાતની નામાંકિત આર.જી.ટી.ને તાળા મારી દીધા છે. સમગ્ર ગુજરાતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષણના સારસ્વતોની માંગણી અને લાગણી છે કે રાજ્ય સરકાર દ્વારા દક્ષિણ ગુજરાતમાં સરકારી નવી બી.એડ. કોલેજો ઉચ્ચ શિક્ષણ કમિશ્નર (કોલેજ વિભાગ) ગાંધીનગર દ્વારા શરુ કરાય છે. તેમાં ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કોલેજ બ્રાન્ચે પ્રિન્સીપાલ સહિત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરીને સારી રીતે ચલાવે છે.

ત્યારે ગાંધીનગર જી.સી.ઈ.આર.ટી. હેઠળ સંચાલિત રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં સ્થળાંતર થયેલી આર.જી.ટી. કોલેજને ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કોલેજ વિભાગ હેઠળ મૂકીને પુનઃ આર.જી.ટી.

કોલેજનો પ્રારંભ કરવા અપીલ છે. તાલીમ ભવન પોરબંદરમાં પી.ટી.સી. કોલેજ ચાલુ કરાવવામાં આવે કેમકે પોરબંદર જિલ્લામાં સરકારી પી.ટી.સી. કોલેજ ન હોવાથી આ જિલ્લાના વિદ્યાર્થીઓને ફરજીયાત અન્ય જિલ્લામાં પી.ટી.સી.નો અભ્યાસ કરવા જવુ પડે છે. તો હાલમાં તાલીમ ભવનમાં આ સુવિધા થઇ શકે તેમ હોવાથી સત્વરે યોગ્ય કરવા અપીલ છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે