પોરબંદર મહાનગરપાલિકા ના સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો અને પડતર માંગણીઓ મંજૂર કરવા મ્યુનિ. કમિશનર અને કલેક્ટરને ધારદાર રજૂઆત કરાઈ હતી.અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ના અધ્યક્ષ જીતુભાઈ પુનાણી દ્વારા પોરબંદર મહા નગરપાલિકા કાયમી/કોન્ટ્રાક્ટ આશરે ૪૦૦ જેટલા વર્ગ -૪ નાં સફાઈ કામદારો કામગીરી કરી રહ્યા છે તેઓના પ્રાણ પ્રશ્નો.
(૧) કાયમી સફાઈ કામદારોને
એડહોક બોનસ ૭૦૦૦/- ચૂકવામાં આવે.
(૨) શહેર ની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં લઈને ૧૦૦૦/- સફાઈ સફાઈ કામદારોનું મહેકમ મંજૂર કરવામાં આવે .
(૩) કોન્ટ્રાક્ટ બેઝ ના સફાઈ કામદારો સીધા મહા નગરપાલિકા માં સમાવેશ થાય
(૪) કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોને તારીખ . ૧-૧૦-૨૦૨૫ થી ખાસ ભથ્થું રૂ.૪૮.૫૦ ઉમેરી રૂ. ૫૦૦.૫ રોજમાં વધારો કરવામાં આવે
(૫) કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોને ૮.૩૩% બોનસ ચૂકવામાં આવે
(૬) વર્ષ ૨૦૧૮માં કાયમી થયેલા સફાઈ કામદારોને કાયમી ના લાભો આપવા અને છઠ્ઠા/સાતમા પગાર પંચ નો લાભ આપવામાં આવે
(૭) જે કાયમી સફાઈ કામદારો નિવૃત્ત થયેલા છે તેમને પ્રોવિડન્ડ ફંડ ની રકમ ચૂકવામાં આવે
(૮) સફાઈ કામદારોનું જો અવસાન થાય અથવા તો અશક્ત સફાઈ કામદારોને રહેમ રાહે નોકરી આપવામાં આવે
(૯) કાયમી/કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોને વીમા કવચ પૂરું પાડવામાં આવે
(૧૦) સફાઈ કામદારોને સુરક્ષા ના સાધનો આપવામાં આવે
(૧૧) કોન્ટ્રાક્ટ બેઝના છૂટા કરેલ ૭૧ સફાઈ કામદારોને સફાઈ કામદારોને પરત લેવા
સહિતના ૧૪ મુદ્દાઓની મહાનગરપાલિકા ના કમિશનર અને કલેક્ટરને અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ના પોરબંદર જિલ્લા અધ્યક્ષ જીતુભાઈ પુનાણી દ્વારા અને તેમની ટીમ અને વિવિધ મંડળો અને સમાજના અગ્રણીઓ તેમજ વાલ્મિકી સમાજના પ્રમુખ દિલીપભાઈ વાઘેલા અધ્યક્ષ ભીખુભાઈ ઢાંકેચા તેમજ ભાજપ સેલના કન્વીનર દિપકભાઈ રાજાભાઈ વાઘેલા ,કડિયા પ્લોટ ના પ્રમુખ વજુભાઈ ઢાંકેચા અને સામાજિક કાર્યકર ભરતભાઈ ઝાલા , વાલ્મિકી સમાજ ના ઉપપ્રમુખ ભીખુભાઈ ધીરજભાઈ ઝાલા, વાલ્મિકી સમાજ ગુજરાત સંગઠન પોરબંદર ના પ્રમુખ વિવેકભાઈ વાળા નગરપાલિકા સંગઠન કાર્ય કરતા જયેશભાઈ જીવણભાઈ ઢાંકેચા અનિલભાઈ ઝાલા, નિલેશભાઈ હરખાણી સહિતના સફાઈ કામદારો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.