પોરબંદર માં બાંધકામ પરવાનગી માં ચીફ ઓફિસર ની સહી હોય તે જ પરવાનગી અધિકૃત ગણવા ચીફ ઓફિસર દ્વારા લીડ બેંક ના અધિકારી,પીજીવીસીએલ તથા સબ રજીસ્ટ્રાર ને લેખિત પત્ર અપાયો હતો. જે પત્રના કારણે માત્ર બાંધકામ ઉદ્યોગ જ નહી. પરંતુ તમામ વ્યવસાય ને અસર થશે. તેથી તે પરત ખેંચવા બિલ્ડરો દ્વારા પાલિકા પ્રમુખ ને રજૂઆત કરાઈ છે.
પોરબંદર પાલિકા ના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી એ લીડ બેંક ના અધિકારી,પીજીવીસીએલ તથા સબ રજીસ્ટ્રાર ને પત્ર લખી જણાવ્યું હતું કે લોન મેળવવા માટે, દસ્તાવેજ રજિસ્ટર કરાવવા માટે, લાઈટ કનેક્શન વગેરે સેવાઓ મેળવવા માટે અરજદાર દ્વારા જે તે સલગ્ન કચેરીમાં અરજી કરતી વખતે સાથે વિકાસ,બાંધકામ પરવાનગી તથા બિયુ પરવાનગી રજુ કરવામાં આવે છે.
તેમાં હવે પછીથી જે તે કચેરીને સલગ્ન સેવાઓ જેમકે લોન, દસ્તાવેજ રજીસ્ટર કરાવવા, લાઈટ નેક્શન વગેરે પ્રથમ વખત મેળવવા માટે અરજદારો દ્વારા અરજી રજૂ કરે તે વખતથી જ જે તે કચેરીઓમાં રજુ થતી બાંધકામ પરવાનગી તથા બિ.યુ. પરવાનગી માં ચીફ ઓફીસર દવારા સહી સિક્કા કરી પરવાનગી આપવામાં આવી હોય તે જ પરવાનગી અધિકૃત ગણી નિયમોનુસર કાર્યવાહી કરવા જણાવાયું છે.
જેના પગલે બિલ્ડર લોબી માં દોડધામ મચી ગઈ છે. અને આ અંગે પાલિકા પ્રમુખ સરજુ કારિયા ને મળવા બિલ્ડરો અને અન્ય શહેરજનો દોડી ગયા હતા. અને રજૂઆત કરી હતી કે તાજેતર માં જંત્રી ના ભાવ માં વધારો થશે તે પહેલા જમીન,મકાન લે વેચ ના સોદા કરવા માટે સમય ઓછો છે. તેમાં પણ ચીફ ઓફિસર ના પત્ર ના કારણે બિલ્ડરો અને અન્ય લોકો ને વીજ કનેક્શન,લોન અને દસ્તાવેજ કરવામાં મુશ્કેલી પડી રહી છે. બાંધકામ ઉદ્યોગ સહીત તેને સંલગ્ન અન્ય વ્યવસાય પણ આ પત્ર ના કારણે પડી ભાંગશે તથા બિલ્ડરો એ અન્ય જીલ્લા માં સ્થળાંતર કરવાની નોબત આવશે.
ઉપરાંત નાના અને મધ્યમવર્ગ ના લોકો ને પણ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડશે. પાલિકા પ્રમુખે બે દિવસ પછી મુખ્યમંત્રી ની રૂબરૂ મુલાકાત વખતે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તથા વચલો રસ્તો કાઢી આપવા રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું. રજૂઆત માં રામભાઈ સુકાભાઇ ઓડેદરા, મિલનભાઇ કારુભાઇ મોરજરીયા, રમેશભાઇ ભુરાભાઇ મોઢવાડીયા, દિપેનભાઇ રમેશભાઇ ખાખરીયા, ધીરુભાઇ કક્કડ, કાનાભાઇ બોખીરીયા, કપિલભાઇ માંડવીયા, મેરામણ રાણા ઓડેદરા, ભીમભાઈ ભુતિયા, પ્રશાંતભાઇ સોની, પ્રકાશભાઇ પંડીત, શૈલેષભાઇ ગોહેલ સહીત અનેક બિલ્ડરો જોડાયા હતા