શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીના રૂડા આશિર્વાદ અને મેનજિંગ ટ્રષ્ટિ સ્વામી ભાનુપ્રકાશદાસજીની છત્રછાયામાં ચાલતી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, છાયાના વિદ્યાર્થીઓ 29-9-2022 (ગુરૂવાર) ના રોજ 36 મો રાષ્ટ્રીય ગેમ્સ (Notional Games) ઉદઘાટન કાર્યક્રમ અંતર્ગત 45 વિદ્યાર્થીઓને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ-અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
જેમાં સરકારી વાહન વ્યવસ્થા સાથે આચાર્ય વિપુલભાઈ બારૈયા, વ્યાયામ શિક્ષક જે. કે. મહેતા તથા શિક્ષક નિરાજભાઈ બામણિયા દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, અમદાવાદ ખાતે 45 વિદ્યાર્થીઓને 36 મો રાષ્ટ્રીય રમત ઉદઘાટન સમારોહમાં સહભાગી થવા લઈ જવામાં આવ્યા હતા. આ સમારોહનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે થયું હતું. બધા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમએ એશિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે જેમાં 1,32,000 પ્રેક્ષકો બેસી શકે તેવી ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં જયજયકાર ની ગુંજ સાથે રંગારંગ કાર્યક્રમ માણ્યો હતો. આ કાર્યક્રમમાં ક્રિકેટ અને અન્ય રમતો ના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાં 17 સ્થળો એ 36 રમતોનું આયોજન થવાનું છે. તેની ઝાંખી રજુ કરવામાં આવી હતી. અને પ્રથમ વાર ગુજરાત નેશનલ ગેમ્સની યજમાની કરવા જઈ રહયું છે. રાષ્ટ્ર્રગીત અને ટીમ ઇન્ડિયા ની સ્પિરિટ જાગૃત થાય તે હેતુથી આ પ્રકારના રમતઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.


