પોરબંદર ના સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે રાખી મેકિંગ અને પત્રલેખન સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સુરખાબી નગર પોરબંદરની શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ શૈક્ષણિક સંકુલ છાયાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીના રૂડા આશીર્વાદ અને શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીના સંપૂર્ણ નેતૃત્વ હેઠળ ચાલતી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા દેશની રક્ષા કરનાર ફૌજીઓની રક્ષા કાજે રાખડી મેકિંગ સ્પર્ધા અને પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ સિઆચેન અવેરનેસ ડ્રાઇવના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ શેસનમાં જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ તેમની આવડત મુજબ અવનવી ડિઝાઇનની રાખડીઓ બનાવી હતી. જેમાં વિદ્યાર્થીઓએરેશમ, ઉન, અનાજ, કઠોળ, સ્ટોન, મોતી, પેપર, મોરપીંછ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની રાખડીઓ બનાવી હતી. વિદ્યાર્થીઓએ રાખડીમા પણ રાષ્ટ્ર ધ્વજ, સ્વસ્તિક, વાંસળી સાથે મોરપીંછ , ફુલ આમ હાથ બનાવટની અદ્ભુત રાખડી બનાવી હતી. બીજા શેસનમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાઈ બહેનના આ પવિત્ર તહેવારને અનુલક્ષીને ભાઈનું જીવનમાં મહત્વ અને પ્રેમની લાગણી વ્યક્ત કરતા પત્રો લખ્યા હતા.
બહેનો દ્વારા લખાયેલ પત્રમાં બહેનનો ભાઈ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા લાગણી સભર શબ્દો વ્યક્ત કર્યો કે આ તહેવાર માત્ર બહેનનો જ છે. તેની અધીકારીણી આ બહેન મારા જે ફૌજી ભાઈઓ દેશની રક્ષા કાજે સરહદ પર છે તેમને હાર્દિક શુભાશિષ આપી રહી છે અને પ્રભુ પાસે પ્રાર્થના છે કે મારા આ ફૌજી ભાઈઓની રક્ષા કરે. આમ,પત્ર લેખનમાં બહેનની ભાઈ પ્રત્યે લાગણ વ્યક્ત કરી હતી. આ પત્ર અને રાખડીઓ સિઆચેન અવેરનેસ ડ્રાઇવના સહયોગથી ફૌજી ભાઈઓને મોકલવામાં આવશે. શાળા દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓની જીજ્ઞાષાવૃત્તિને ધ્યાને લઈને અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓમાં પણ ભાગ લેવાનો ઉત્સાહ હોય છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાનાં આચાર્ય વિપુલભાઈ બારૈયા તથા શાળાના તમામ સ્ટાફગણ તેમજ ઈન્ટર્નશીપના ભાગ રૂપે શાળા સાથે જોડાયેલા બી. એડ્ ના તાલીમાર્થી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.













