પોરબંદર ના કુખ્યાત બુટલેગર ના રહેણાંક મકાન માં ગાંધીનગર થી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી બુટલેગર ઉપરાંત રીક્ષા માં દેશી દારૂ ભરી ડીલેવરી આપવા આવનાર શખ્સ ને ઝડપી લીધા છે. જયારે દારૂ મોકલનાર શખ્સ નું પણ નામ ખુલતા તેની સામે પણ ગુન્હો નોંધાયો છે.
પોરબંદર ના કુખ્યાત બુટલેગર અનીલ ઉર્ફે અનીલ પરસોતમ વાઢીયા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાન માં દેશી દારૂ નો જથ્થો રાખી અને વેચાણ કરે છે તેવી બાતમી ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલ ને મળતા એસ એમ સી સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન અનીલ ને ૧૭ લીટર દેશી દારૂ ભરેલ ૧૭ કોથળીઓ સાથે ઝડપી લીધો હતો. અને તે સમયે અહી રીક્ષા માં દેશી દારૂ ની ડીલેવરી આપવા આવનાર આદિત્યાણા ના બોરીચા પાટિયા પાસે રહેતો રાજુ પોલાભાઈ મોરી નામનો શખ્સ પણ હાજર હતો. આથી તેની રીક્ષા ની તલાશી લેતા રીક્ષા માંથી પણ રૂ ૨૩૪૦ ની કીમત ની ૧૧૭ લીટર દેશી દારૂ ભરેલ ૧૦૦ કોથળીઓ મળી આવી હતી.
આથી એસ એમ સી ની ટીમે ૫૦ હજાર ની રીક્ષા,દેશી દારૂ નો જથ્થો તથા બન્ને પાસે થી ૫-૫ હજાર ના મોબાઈલ મળી કુલ રૂ ૬૪૦૮૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને અનીલ ની પુછપરછ કરતા રોજ પોતે ૮૦ લીટર દેશી દારૂ મંગાવી અને ઘરે થી છુટક વેચાણ કરતો હોવાની કબુલાત આપી હતી. પોલીસે રાજુ ની પુછપરછ કરતા આ રીક્ષા આદિત્યાણા ગામે રહેતા ભરત નગાભાઇ ઉલવા નામના શખ્સ ની હોવાનું અને ભરત પોતાને દરરોજ રીક્ષા મારફત અહી દારૂ પહોંચાડવા માટે દર મહીને રૂ દસ હજાર પગાર આપતો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે ભરત સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક પોલીસ ને અંધારા માં રાખી એસ એમ સી એ દરોડો પાડતા અનેક ચર્ચાઓ જાગી છે. એસ એમ સી ના દરોડા પડતા અન્ય બુટલેગરો માં પણ ફફડાટ વ્યાપી ગયો છે.