પોરબંદર નગરપાલિકાના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધરી વાસી ઘુઘરા, આલુટીક્કી સહિત વાસી અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો.
પોરબંદર-છાયા નગરપાલિકાના ફૂડવિભાગની ચેકીંગ ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોના વેચાણકર્તા તમામ ધંધાર્થીઓ, લારીઓ, દૂધની ડેરીઓ, પ્રોવિઝન સ્ટોર, બેકરી સ્ટોર, મીઠાઇ ફરસાણની દુકાનો, નાસ્તાગૃહ, રેસ્ટોરન્ટના ધંધાર્થીઓનું ચેકીંગ કરવામાંઆવે છે. આ ચેકીંગ દરમ્યાન દરેક ધંધાર્થીઓને સ્વચ્છતા જળવવા, વાસી ખાદ્યપદાર્થો ન વેચવા, ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા, દાજીયું તેલનો ઉપયોગ ન કરવા વગેરે જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે અને ફૂડ સેફટી એકટના નિયમોનું ચુસ્ત પાલન કરવા સુચના આપવામાં આવે છે.
જેમાં જુદા-જુદા વિસ્તારમાં ચેકીંગ કરતા ધંધાર્થીઓની પ્રીમાઈસીસમાં ખાદ્યપદાર્થો, ઉઘાડા ખાદ્યપદાર્થો તથા અસ્વચ્છતા માલુમ પડેલ તેથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કમલાબાગ પાસે આવેલ એમ.એસ.ફૂડ ઝોનમાંથી વાસી આલુટીક્કી, ઘુઘરા, બાફેલા ચણા, બટેટા, ડુંગળી વગેરે પાંચ કિલોનો નાશ કરાવેલ. કમલાબાગ પાસે આવેલ ભરકાદેવી આઇસક્રીમમાં પ્રિમાઈસીસમાં અસ્વચ્છતા તથા ઉઘાડા ખાદ્ય પદાર્થો રાખેલ હતા, કમલાબાગ સામે આવેલ પી.જે.નમકીનમાં ઉઘાડા ખાદ્યપદાર્થો રાખવામાં આવેલ હતા, છાયાચોકીમાં નિલેષભાઇ ફરસાણવાળાની લારીમાં ઉઘાડા ખાદ્યપદાર્થો રાખવામાં આવેલ હતા. તો વાડીપ્લોટના ઓમ શક્તિ ખીરૂમાં ઉઘાડા ખાદ્યપદાર્થો રાખવામાં આવેલ હતા. એમ.જી.રોડ પર આવેલ ડીલકસ સોડા શોપમાં પ્રિમાઈસીસમાં અસ્વચ્છતા રાખેલ હતી, બોખીરામાં આવેલ દિલીપભાઇ ખાજલીવારાને ત્યાં પ્રિમાઇસીસમાં અસ્વચ્છતા રાખેલ હતી. આ તમામ ધંધાર્થીઓ પાસેથી ૧૦૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ હતો.