સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવિખ્યાત ગાદીસ્થાન જેતપુર ખાતે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાઈ હતી.પોરબંદરના કામદાર પરિવારના યજમાનપદે આયોજન થયું હતું.
લોએજ ધામ નિવાસી ૫. પૂ. સદગુરૂ અ. નિ. ચૈતન્ય દાસજી અને ૫. પૂ. સાંખ્યયોગી, અ. નિ. રવિકાન્તા બાની પાવન સ્મૃતિમાં સ્મરણાંજલિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ ભાગવદ કથા પારાયણનું આયોજન રંગે ચંગે, ધામધૂમ પૂર્વક સંપન્ન થયું. વડતાલ પિઠાધિપતિ પ. પૂ. ધ. ધૂ.૧૦૦૮આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ નાં શુભાશિષથી સંપ્રદાયનાં વિશ્વ વિખ્યાત ગાદીસ્થાન જેતપુરધામનાં વિશાળ પટાંગણ માં સારંગપુરધામ નિવાસી યુવા મહંત પ. પૂ. શાસ્ત્રી હરિપ્રકાશદાસજી,(અથાણાંવાળા) વ્યાસાસને બિરાજી સુમધર ગીત, સંગીતનાં સથવારે ભાવવાહી, લાક્ષણિક શૈલીમાં કથામૃતનું રસપાન કરાવી સૌ હરિ ભક્ત શ્રોતાજનોને કૃતાર્થ કર્યાં હતાં.
સમગ્ર ઉત્સવ નાં એકમેવ યશસ્વી યજમાન પદે સ્વામિનારાયણ મુખ્ય મંદિર, પોરબંદરનાં મેનેજીંગ ટ્રસ્ટી અને સંપ્રદાયનાં ભામાશા શેઠ ધીરેનભાઈ અનંતરાય કામદર (મીઠાવાળા), મયંકભાઈ તથા સમગ્ર કામદાર પરિવાર રહ્યો હતો. આચાર્ય મહારાજનાં ઓનલાઇન આશીર્વાદથી સમગ્ર સભાજનો પુલકિત થયાં હતાં. પ્રતિદિન ધામેધામથી, દેશ- વિદેશથી પધારતાં બ્રહ્મનિષ્ઠ પૂજનીય સંતો, મહંતો, પાર્ષદો, સાંખ્યયોગી માતાઓ અને અગ્રણી હરિભક્ત ભાઈ-બહેનો અને સેવાભાવી હરિભક્તોની વિશાલ ઉપસ્થિતિ દર્શનીય અને પ્રેરક બની રહી. ૫. પુ. દેવનંદનદાસજી, (જૂનાગઢ ),૫. પૂ), પ. પૂ. શ્રી હરિપ્રકાશદાસજી (લોએજધામ ),પ. પુ સદગુરૂ નિલકંઠચરણદાસજી, પ. પૂ. મોહનપ્રસાદ જી, (ધોરાજી ), પ. પૂ. રાધરમણ દાસજી (રાજકોટ), ઉપરાંત કાલવાણી, માંગરોળ, કણી,દ્વારકા, ઉપલેટા, માણાવદર, મુળીધામ, કારિયાણી, પીપલાણા, કુંડલ વગેરે વગેરે ધામોથી સંતો, મહંતો, પાર્ષદો, અને સાંખ્ય યોગીમાતાઓનાં દર્શન અને વચનામૃતથી શ્રોતા ગણ ધન્ય ધન્ય થયો હતો.
રાત્રિ કાર્યક્રમમાં પ્રસિદ્ધ મોટીવેટર, હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર પારસભાઈ પાંધી અને તેની સમગ્ર ટીમે ભારે જમાવટ કરી હતી. સંપ્રદાયનાં નંદ સંતોમાં અગ્રણી ૫. પૂ. સદગુરૂ બ્રહ્માનંદનાં જીવન કવનને આવરી લેતી બ્રહ્મ મોલકે કવિ બ્રહ્માનંદ અંતર્ગત કેટલાંક પદે, કિર્તન અને છંદોની રમઝટ, દીપ ચુડાસમા, કિર્તન સાગરસ્વામી તથા હસમુખ ભગતે મોડી રાત સુધી રજુઆત કરી શ્રોતાજનોને મંત્ર મુગ્ધ કર્યાં હતાં,
શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, પોરબંદરનાં ટ્રસ્ટીગણ, ૧૫૦ જેટલાં અગ્રણી હરિ ભક્ત ભાઇ- બહેનો એ કથામૃતનો લાભ લઈ ધન્ય ધન્ય થયાં હતાં. મંદિરનાં સમર્પિત સેવાભાવી હરિભક્તો અને પૂજારી હરજીભાઇ મહેતા, વનરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ રાઠોડ, રાજેન્દ્ર ભાઈ ભરડવા, નંદલાલ દવે, તુષારભાઇ જોષી, નરેન્દ્રભાઈ મહેતા, પ્રધુમન ભાઇ રાઠોડ, પરેશભાઈ દવે , ચેતનસિંહ પરમાર, ભગવાનજી ભાઇ જોષી, કનુભાઈ ધોળકિયા, ઋષિકભાઇ દવે વગેરે હરિભક્તોએ યજમાન પરિવારનું હાર્દિક અભિવાદન કર્યું હતું અને સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી
નિર્મોહી, ઉદાર અને સંપ્રદાયને સમર્પિત યજમાન પરિવાર વતી મયંકભાઇ કામદારે નમ્ર ભાવે સંતો. મહંતો, કથાકાર, હરિભક્તો, સ્વયં સેવકો, સહાયકો તથા તમામ શ્રોતાજનોનો આભાર માન્યો હતો અને સ્વામિનારાયણ ભગવાનનાં ગગનભેદી જય ઘોષ સાથે ધર્મોત્સવ સંપન્ન થયો હતો.તેમ કનુભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું.






