Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે શ્રી ભક્ત ચિંતામણિ ગ્રંથરાજ ની સંગીતમય લાઈવ કથા યોજાશે

પોરબંદર ના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ના વિશાળ સભા ખંડ માં શ્રી ભક્ત ચિંતામણિ ગ્રંથ રાજ ની સંગીત મય લાઈવ કથા નું આયોજન કરાયું છે.

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પોરબંદર માં અવારનવાર અનેક ઉત્સવ, સમૈયા અને મહોત્સવ નું આયોજન સૌ હરિભક્તો નાં પૂર્ણ સાથ -સહકાર થી થતું રહે છે. વડતાલ ધામ પિઠાધિપતિ પ. પૂ. ધ. ધૂ.1008 આચાર્ય રાકેશ પ્રસાદજી ની અસિમ કૃપાથી અને સંપ્રદાય નાં પૂજ્ય વડીલ સંતો -મહંતો નાં રૂડાં આશીર્વાદ થી તા.31/01/2023 મંગળવારે રાત્રે 8/30 વાગ્યે ગ્રંથ રાજ ભક્ત ચિંતામણિ ની 933મી સંગીતમય લાઈવ સત્સંગ સભા નું ભવ્ય આયોજન ત્રીજી વખત થયું છે.

આપણાં સંપ્રદાય નાં મુર્ધન્ય સંત,વિશ્વ વિખ્યાત ગાદી સ્થાન જેતપુર ધામ નાં મહંત, શ્રી સ્વામિનારાયણ મંદિર, ક્લાકુંજ, સુરત, તથા શ્રી સ્વામિનારાયણ મહા મંત્ર ધામ, ફરેણી નાં સ્વપ્ન દ્રુષ્ટ્રા પરમ વંદનીય,પ. પૂ. સદગુરુ શાસ્ત્રી સ્વામિ નિલકંઠચરણદાસ જી (શ્રી ગુરુજી )વ્યાસાસને બિરાજી સુમધુર ગીત સંગીત નાં સથવારે લાક્ષણિક અને ભાવવાહી શૈલી માં કથામૃત નું રસપાન કરાવશે.

કથા સત્સંગ સભા માં અન્ય પૂજ્ય વડીલ સંતો, મહંતો અને પાર્ષદો નાં દર્શન સુખ નો લાભ મળશે.સમગ્ર લાઈવ સત્સંગ સભા નાં તથા રાત્રી મહાપ્રસાદ નાં યજમાન શેઠ ધીરેનભાઈ. અનંતરાય. કામદાર પરિવાર. હ. મયંકભાઇ કામદાર તથા અ. નિ. રમેશભાઈ લાધારામ ભાઇ જોષી પરિવાર. હ. પ્રશાંતભાઇ ભગાનજીભાઇ જોષી પરિવાર જનો રહેશે. સર્વ ધર્મ પ્રેમી હરિ ભક્ત ભાઇ બહેનો ને કથામૃત તથા રાત્રી મહા પ્રસાદ નો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવા માં આવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે