પોરબંદરના છાયા વિસ્તારમાં સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંકુલ તેના દ્વારા અપાતા સર્વોચ્ચ શિક્ષણ માટે ખ્યાતિ મેળવેલ છે. ગુરુકુળ વાતાવરણમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતી શ્રી સ્વામિનારાયણ અનિકાબેન અશ્વિનભાઈ કોટડીયા કોલેજ ઑફ BBA ની વિદ્યાર્થીની કુ. કૈરવી ભાવેનભાઈ મહેતાએ બી.બી. એ. સેમ ૨ નાં પરિણામ જાહેર થતાં ૮૭.૨૫% સાથે સમગ્ર પોરબંદર જિલ્લા ક્ષેત્રે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કુ. ઉર્વશી બામણીયા ૮૫.૬૩% સાથે દ્વિતીય અને કુ. કાજલ બામણીયા ૮૪.૫% સાથે ત્રિતિય ક્રમ મેળવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલા માત્ર સાત વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલી આ કોલેજ પ્રથમ દિવસથી જ પરિણામ લક્ષી અને કારકિર્દી ઘડતર ના કાર્ય માં અવ્વલ પુરવાર થયેલી છે. કોલેજના વિદ્યાર્થીઓની સફળતા સમગ્ર પોરબંદર પંથકમાં બહુચર્ચિત બની છે અને છેલ્લા બે વર્ષોથી યુનિવર્સિટી દ્વારા મંજૂર કરાયેલી સીટો ભરાયા બાદ પણ વિદ્યાર્થીઓ નો ઘસારો ચાલુ રહ્યો છે. ઔદ્યોગિક પ્રવાસો, સેમિનાર, પ્રેઝન્ટેશન ઉપરાંત પદ્ધતિસર શિક્ષણ દ્વારા કોલેજ દ્વારા સમગ્ર પંથકને શ્રેષ્ઠ નાગરિકોની ભેટ આપવામાં આવી રહી છે ત્યારે કુ. કૈરવી ભાવેનભાઈ મહેતા દ્વારા મેળવેલ શ્રેષ્ઠ પરિણામ ને સમગ્ર પોરબંદરના અગ્રણીઓએ બિરદાવી છે.
યુનિવર્સિટી દ્વારા લેવાયેલ સેમ ૧ ની પરીક્ષા માં કુ. ઉર્વશી બામણીયા જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પુનઃ મૂલ્યાંકન નાં પરિણામો જાહેર થયા બાદ કુ. કૈરવી ભાવેનભાઈ મહેતા અને કુ. કાજલ બામણીયા પણ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે જે પણ ગૌરવપ્રદ બાબત છે.
આ તકે તમામ વિદ્યાર્થીઓને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ છાયા-પોરબંદર સંસ્થાના સ્થાપક શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી, પેટ્રન ટ્રસ્ટી દીપકભાઈ ડી.જટાનીયા, લંડન,યુ.કે., ટ્રસ્ટી પદુભાઈ રાયચુરા અને હરસુખભાઈ બુદ્ધદેવ, કેમ્પસ ડાયરેક્ટ પ્રો.સુમિત કુમાર આચાર્ય, પ્રો.(ડો)નીરવ વ્યાસ, પ્રો. અભિષેક અભાણી, પ્રો. કિશન દત્તાણી અને તમામ અધ્યાપકોએ તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા ના વિભિન્ન વિભાગના આચાર્યઓ એ પણ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.