Friday, July 5, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના બરડા પંથકના ખાલીખમ સોરઠી અને અડવાણા ડેમમાં નવા નિરની આવક થતા ખેડૂતો માં ખુશી

પોરબંદરના બરડા પંથકના લોકો ની જીવાદોરી ગણાતા સોરઠી અને અડવાણા ડેમમાં નવા નિરની આવક થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

પોરબંદર પંથકના સોરઠી અને અડવાણા ડેમમાં નવા નિરની આવક થઈ છે. પોરબંદર તેમજ ઉપરવાસના વિસ્તારોમાં વર્ષેલ ભારે વરસાદના કારણે ખાલી ખમ થયેલ બંને ડેમોમાં નવા નિરની આવક થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ ભારે વરસાદની આગાહીના પગલે પોરબંદર સહિતના મોટાભાગના જિલ્લાઓમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હોવાના પગલે સતત વરસાદ પડ્યો છે. ખાસ કરીને કુતિયાણા અને ઘેડ પંથકમાં વરસેલ ભારે વરસાદના કારણે સોમવારના દિવસે પોરબંદર પંથકના મોટાભાગના ડેમોમાં નવા નિરની આવક થઈ હતી. પરંતુ સોરઠી અને અડવાણાના ડેમમાં મંગળવારના દિવસે નવા નિર આવ્યા છે. પોરબંદર તેમજ દેવભૂમિ દ્વારકા અને જામનગર વિસ્તાર તથા બરડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે સોરઠી અને અડવાણા ડેમમાં નવા નિર આવ્યા છે.

સોરઠી ડેમની સંગ્રહ ક્ષમતા ૨૯૮.૭૨ એમસીએફટી છે. અને હાલ ૪.૧૩ એમસીએફટી નવા નિરની આવક થતા આ ડેમ ૧.૩૮ % ભરાયો છે. અને અડવાણા ડેમની સંગ્રહ સપ્તાહ ૯૨.૨૮ એમસીએફટી છે, જેની સામે ૨.૯૩ એમસીએફટી નવા નિર આવક થતા હાલ આ ડેમ ૩.૧૭ % ભરાયો છે. આમ, આ બંને ડેમો ખાલી ખમ હતા, અને હાલ પડેલ ભારે વરસાદથી નવા નિરની આવક થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે