રાણાવાવ ના દિગ્વીજયગઢ ગામે સ્મશાન ના વિકાસ કામ દરમ્યાન સબમર્શીબલ મોટર અને કેબલની ચોરી થઇ છે. જે અંગે ગ્રામપંચાયતના મહિલા સરપંચે આવેદન પાઠવી ગુન્હો નોંધવા માંગ કરી છે.
દિગ્વીજયગઢ ગ્રામપંચાયતના સરપંચ પુરીબેન પાલાભાઇ ઘેલીયા એ ઉદ્યોગનગર પોલીસ મથક ના પી.એસ.આઇ.ને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે તેમના ગામમાં સ્મશાન ખાતે એ.ટી.વી.ટી. આયોજન વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માંથી સ્મશાનમાં બોર સબમર્શીબલ પંપ તેમજ પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું હતું. જે તા ૧૦/૫ના રોજ પુરૂ થયું છે. જે કામ અંતર્ગત પાણીની બોર સબમર્શીબલ પંપ તથા કેબલ તથા પાણીનો બંબો બોરમાં ઉતારેલ હતા. જેમાંથી સબમર્શીબલ મોટર અને કેબલની ચોરી થઇ છે. તા. ૧૩/૫ના રોજ સવારે સ્મશાને ગેટનું કામ ચાલુ હોવાથી મજુર કામ ઉપર ગયા ત્યારે બોરમાં સબમર્શીબલ પંપ અને કેબલ જોવામાં ના આવતા મજુરે સ્મશાન બોરમાંથી સબમર્શીબલ મોટર અને કેબલની ચોરી થઇ હોવાની સરપંચ ને જાણ કરી હતી. આથી તસ્કરો સામે ગુન્હો નોંધી તપાસ કરવા રજૂઆત માં જણાવ્યું છે.
