પોરબંદરના વડાળા ગામના લીલવા રેવન્યુ વિસ્તારમાં વન વિભાગે છ શખ્શોને બે સસલાના મૃતદેહ સાથે ઝડપી લીધા છે.
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ તથા એ.સી.એફ. રાજલબેન પાઠકના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. મલય મણિયારની ટીમ દ્વારા રાણાવાવ રેન્જની વિસાવાડા રાઉન્ડની વિસાવાડા બીટના વડાળા ગામના લીલવા રેવન્યુ વિસ્તારમાં સસલાનો શિકાર કરનાર છ શખ્શોને બે મૃત સસલા, જાળ અને હથિયારો સાથે ઝડપી લીધા હતા. અને તેની સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ ગુનો નોંધી રૂપિયા એક લાખનો દંડ વસુલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝડપાયેલા શખ્સો રાવલ ગામના હોવાનું જાણવા મળે છે. જો કે વન વિભાગે શિકારીઓ ના ફોટા જાહેર કર્યા છે. પરંતુ નામ જાહેર ન કરતા અનેક ચર્ચાઓ જાગી છે.