પોરબંદરમાં ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં રૂપાળી બાગ પાસે ફુવારા સાથેના સીટીંગ ગાર્ડન અને ચોપાટી પાસે સીસી રોડનું લોકાર્પણ કરાયું હતું.
પોરબંદરમાં ૧૫ માં નાણાપંચ ની ગ્રાન્ટ માંથી ચોપાટી ઉપર રીલાયન્સ ફુવારાથી ચોપાટી જીમ તરફ જતા રસ્તે ૭૦ લાખના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવ્યો છે. જેમાં વચ્ચે ઉંચા ડીવાઈડર બનાવીને તેમાં વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. ઉપરાંત લાઈટીંગ અને વચ્ચે સ્ટ્રીટ લાઈટ પણ મુકવામાં આવી છે. જે રસ્તા નું લોકાર્પણ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા ના હસ્તે ગત રાત્રે કરવામાં આવ્યું હતું, ઉપરાંત રૂપાળીબાગ પાસેની બંન્ને ફુટપાથ ઉપર મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત સીટીંગ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં આકર્ષક લાઈટીંગ સાથેના ત્રણ ફુવારા, બેસવા માટેની બેન્ચ, ગ્રીનરી માટે રોપા અને લાઈટીંગ વગેરે દ્વારા ફુટપાથનું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે. તેનું પણ લોકાર્પણ કરાયું હતું લોકાર્પણ સમયે મોટી સંખ્યા માં ભાજપ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


