Sunday, August 17, 2025

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ ની જામ્બુવંતી ગુફા ખાતે આજ થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

રાણાવાવ નજીક આવેલી ઐતિહાસિક જાંબુવંતી ગુફા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહજ્ઞાનયજ્ઞ યોજાશે.

પરમકૃપાળુ પરમાત્મા શ્રી દ્વારકાધીશ તથા શ્રી જામ્બુવંત મહારાજ તથા ઇષ્ટદેવ પરમ વંદનીય સંતશ્રી રામેશ્વર બાપુની કૃપાથી જામ્બુવંતી ગુફા ખાતે કોરોનાકાળમાં અવસાન પામેલા તથા અકાળે અવસાન પામેલા દરેક સમાજના લોકોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી જામ્બુવંતી ગુફા, રાણાવાવ ખાતે કરેલ છે. જેનો શુભ પ્રારંભ આજે શનિવાર તા. ૨૯-૩-૨૦૨૫ના થશે અને પૂર્ણાહુતિ શનિવાર તા. ૫-૪-૨૦૨૫ના થશે. આ પ્રસંગે વ્યાસપીઠ પર પોરબંદરના પ્રતિભાસંપન્ન ભાગવતાભુષણ ૫.પૂ. શાસ્ત્રી ચંદ્રેશભાઈ સેવક બિરાજી સંગીતમય ભાગવત કથામૃતનું રસપાન કરાવશે. કથાશ્રવણનો સમય બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધી રહેશે.

ભાગવત સપ્તાહના પાવનકારી પ્રસંગો

ભાગવત કથાના પાવનકારી પ્રસંગોમાં પોથીયાત્રા તા. ૨૯-૩-૨૦૨૫ને શનિવારે બપોરે ૨ વાગ્યે મોહનભાઈ દેવજીભાઈ ભલસોડના વાડીપ્લોટ રાણાવાવ ખાતેના નિવાસસ્થાનેથી નીકળશે. કપિલ પ્રાગટય તા. ૩૦-૩ને રવિવારે યોજાશે તો તા. ૩૧-૩ સોમવારે ધ્રુવ ચરિત્ર, તા. ૧-૪ મંગળવારે શ્રી નૃસિંહ પ્રાગટય, તા. ૨-૪ બુધવારે શ્રીકૃષ્ણ જન્મ, તા.૩-૪ ગુરુવારે ગોવર્ધન પૂજા, શ્રી રૂક્ષ્મણીવિવાહ તા. ૪-૪ને શુક્રવારે, પરિક્ષીત મોક્ષ અને ભાગવત હુંડી તા. ૫-૪-૨૦૨૫ સવારે ૯ થી ૧૨ યોજાશે. તા. ૫-૪ના બપોરે ૧ વાગ્યે કથા શ્રવણ બાદ સર્વે શ્રોતાઓને મહાપ્રસાદીરૂપ ભોજન માટે નિમંત્રણ પાઠવાયુ છે.

સાંસ્કૃતિક કાર્યક્રમો

ભાગવત સપ્તાહ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં તા.૩૦-૩-૨૦૨૫ રવિવારે રાત્રે ૯ વાગ્યે સિધપુર રામધુન મંડળી-સિધપુર દ્વારા રામધુનનું આયોજન કરાવામાં આવ્યુ છે. તા. ૩૧-૩ને સોમવારે રાત્રે ૯ વાગ્યે ડી.જે.ના સથવારે રાસગરબા યોજાશે.તા ૧-૪ મંગળવારે રાત્રે ૯

વાગ્યે બાવનભાઈ રબારી તથા પુરીબેન રબારી દ્વારા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે, તા. ૨-૪-ને બુધવારે રાત્રે ૯ વાગ્યે ઉપલેટાના દેવરાજ ગઢવી, રાણાવાવના ડાયાભાઈ લાખાણા અને જીગરભાઇ રાજાણી દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન થયુ છે.તા. ૩-૪-ના સાંજે ૬ વાગ્યે ધર્મસભા યોજાશે તો રાત્રે ૧૦ વાગ્યે માતાજીના છેલણનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં સંતો-મહંતો તથા ભુવાશ્રીઓની ઉપસ્થિતિ રહેશે. તા. ૪-૪-શુક્રવારના રોજ ૯ વાગ્યે નાગવદરના જોગીતાબેન સાધુ, ઉપલેટાના હરેશભાઈ સલારીયા તથા બાળકલાકાર યુવરાજ જેઠવા દ્વારા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.

ઇશ્વરરૂપી પૂજ્ય સાધુ-સંતોની પાવન ઉપસ્થિતિ

આ પ્રસંગે દ્વારકા શારદાપીઠના અનંતશ્રી વિભૂષિત પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્દગુરુ શંકરાચાર્યસ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના પરમ પ્રિય શિષ્ય પ.પૂ. બ્રહમચારી શ્રી નારાયણનન્દજી, શ્રી ગોપાલજી મંદિર, શ્રી શેષમઢ, વિશ્રામ દ્વારકા (શિંગડામઠ)ના પ.પુ. સ્વામી સર્વધરાચાર્ય જગદ્ગુરુ શ્રી રામાનંદાચાર્ય પીઠાધીશ, સાન્દીપનિ આશ્રમ પોરબંદરના પ.પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, વડવાળા દેવ મંદિર, દૂધરેજના પ.પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર પીઠાધીશ્વર કણીરામજી મહારાજ, વાડીનાથ અખાડા તરભના ૫.૫. મહંત શ્રી જેરામગીરી મહારાજ, સતાધાર આપાગીગાની જગ્યાના પ.પૂ. વિજયબાપુ, પોરબંદરના પ.પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી વસંતરાયજી મહોદય, ગોવિંદરાયજીની હવેલી પોરબંદરના પ.પૂ.ગોસ્વામી ૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદય, દુધઈ ગામના પ.પૂ. મહંત શ્રી ૧૦૦૮ મેઘમંડલેશ્વર રામબાલકદાસજી મહારાજ, પોરબંદર સ્વામીનારાયણ ગુરુકુળના પ.પૂ. ભાનુપ્રકાશ સ્વામી, ગુરૂશ્રી દાદુરામબાપુ સિધ્ધપીઠ ચનાવાડાધામ સંગઠન મહામંત્રી સંત સમિતિ ગુજરાત પ્રદેશના પ.પૂ. મહંતશ્રી માનસરોવરદાસજી મહારાજ, દાસારામધામ બાલાગામના પ.પૂ. મહંતશ્રી ભગવાનજી ભગત, દાસારામધામ ઝારેરાના પ.પૂ. મહંતશ્રી હરજીભગત, ગધેથડ ગાયત્રી આશ્રમના પ.પૂ. મહંતશ્રી લાલબાપુ, બાલાહનુમાન કુતિયાણાના પ.પૂ. મહંતશ્રી વિશ્વંભરબાપુ, પ.પૂ. ઉમીયાધામ સીદસર તથા ખોડલધામ કાગવડ, ઓડદરના ગોરખનાથ આશ્રમના પ.પૂ. મહંતશ્રી ગોપાલનાથ બાપુ, જલારામ મંદિર, વીરપુરના પ.પૂ. મહંત શ્રી રઘુરામબાપા અને બેટ દ્વારકાના પ.પૂ. મુખ્યાજી વિજયભાઈ કે. વ્યાસ ઉપસ્થિત રહેશે.

પૂજ્ય ભુવા આતાની ઉપસ્થિતિ

આ અવસરે ઓડદર મઢના પ.પૂ. ભુવા આતા શ્રી સરમણ આતા, બળેજ મઢના પ.પૂ. ભુવાઆતા શ્રી જેઠા આતા, ડેરી મઢના પ.પૂ. ભુવાઆતા શ્રી મેરામણ આતા, લોજ મઢના પ.પૂ. ભુવાઆતા શ્રી ગોવિંદ આતા, ચોરવાડ મઢના પ.પૂ. ભુવાઆતા શ્રી જીતુઆતા, સિડોકર મઢના પ.પૂ. ભુવાઆતા શ્રી રાજા આતા, વિસાવાડા મઢના પ.પૂ. ભુવાઆતા શ્રી રામા આતા, ગણોદમઢના પ.પૂ. ભુવાઆતા શ્રી નાથા આતા, ડારીમઢના પ.પૂ. ભુવાઆતા શ્રી રામા આતા, જોજરીમઢના પ.પૂ. ભુવાઆતા શ્રી પરબત આતા, લાંબા મઢના પ.પૂ. ભુવાઆતા શ્રી જેઠા આતા, દ્વારકાના પ.પૂ. ભુવાઆતા શ્રી મનસુખ આતા, સતાપરમઢના પ.પૂ. ભુવાઆતા શ્રી અમરા આતા, કાહુવા ગોગામહારાજધામના પ.પૂ. ભુવાઆતા શ્રી રાજા ભુવાજી,, છત્રાવા વછરાજમંદિરના પ.પૂ. ભુવાઆતા શ્રી રણજીત આતા, વછરાજ મંદિર રાણાવાવના ભુવાઆતા શ્રી જગાઆતા, સંતદેવીદાસ પરબધુણો, કોલીખડાના પ.પૂ. માન.શ્રી પટેલબાપા, સતાપરમઢના પ.પૂ. સ્વ. રાજાભગત, બીલેશ્વરના બીલનાથ મહાદેવ મંદિરના પ.પૂ. મહંતશ્રી ઉપસ્થિત રહેશે.

વધુ માહિતી માટે શ્રી સંતશ્રી રામેશ્વરદાસજી ફાઉન્ડેશન એન્ડ ચેરીંબલ ટ્રસ્ટ જામ્બુવંતી ગુફા, સ્ટેશનપ્લોટ રાણાવાવ (પોરબંદર) ગુજરાતના ભીમા આતા મો. ૯૯૧૩૯ ૫૬૧૩૦, ચંદ્રેશભાઇના મો. ૮૩૨૦૯ ૧૬૬૪૨, પરેશભાઈ ટેવાણીના મો. ૯૪૨૬૧ ૬૭૯૬૬ અને ધર્મેશભાઈ મકવાણાના મો. ૯૯૦૯૩ ૧૪૩૭૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે