Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથાનું આયોજનઃ પર્જન્ય ગાયત્રી અનુષ્ઠાન યજ્ઞ સહિત પુસ્તક વિમોચન કાર્યક્રમ પણ યોજાશે

આર્યસમાજ વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદરના મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી માર્ગ પર આવેલા આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથા, પર્જન્ય ગાયત્રી અનુષ્ઠાન યજ્ઞ, પુસ્તક વિમોચન, ભજનોપદેશ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

વૈદિક પરંપરાનુસાર શ્રાવણમાસ દરમિયાન વિશેષ ભક્તિભાવથી ધ્યાન, સ્વાધ્યાય, સત્સંગ, હવન, યજ્ઞાદિનું અનુષ્ઠાન કરવાના ઉમદા હેતુસર આગામી તા.૧૭ થી ૨૦ ઓગસ્ટ ચાર દિવસીય આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથા અને પર્જન્ય ગાયત્રી અનુષ્ઠાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.
પોરબંદરનાં આર્યસમાજ ખાતે તા.૧૭ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન ચાર દિવસીય સાંજે ૫-૦૦ થી ૮-૩૦ સુધી વિદ્ધાન આચાર્ય (દર્શનાચાર્ય મીમાન્સા વારિઘિ) આચાર્ય કર્મવીર મેધાર્થી શ્રાવણી વેદ કથાના વ્યાસ આસને બિરાજીને વેદોના વિવિધ આધ્યાત્મિક વિષયો ઉપર વિસ્તૃત જાણકારી આપી તેના અખૂટ જ્ઞાન ભંડારનો લાભ આપશે.

શ્રાવણી વેદ કથાના મુખ્ય મહેમાન ન્યુ દિલ્હી સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા અને ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા-અમદાવાદ, ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ સુરેશચંદ્ર આર્ય-અમદાવાદ, ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા-અમદાવાદનાં મંત્રી અને બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના પ્રમુખ દીપકભાઇ જે. ઠક્કર (જામનગર) ઉપસ્થિત રહેશે. સ્વાગત પ્રવચન તથા મહેમાનોનું સન્માન પોરબંદરના આર્યસમાજના પ્રમુખ ધનજીભાઇ આર્ય કરશે.

શ્રાવણી વેદ કથા અને પર્જન્ય ગાયત્રી અનુષ્ઠાન યજ્ઞ ઉત્સવના અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નીતિનકુમાર શાસ્ત્રી અને ઋષિકુમાર શાસ્ત્રી દ્વારા સાંજે ૫-૦૦ કલાકે પર્જન્ય ગાયત્રી અનુષ્ઠાન યજ્ઞ કરાવશે, રાજસ્થાન સુમેરપુરના વૈદિક ભજન ઉપદેશક કેશવદેવ શર્મા દ્વારા સાંજે ૬-૧૫ કલાકે ભજનોપદેશ આપશે. વિદ્ધાન આચાર્ય કર્મવીર મેધાર્થી દ્વારા સાંજે ૭-૦૦ કલાકે શ્રાવણી વેદ કથાનું રસપાન કરાવાશે. આર્યસમાજના પ્રાર્થનાખંડમાં તા.૧૮ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન સવારે ૭ થી ૮ વાગ્યા સુધી (ત્રણ દિવસ) હરિદ્વારના આચાર્ય કર્મવીર મેધાર્થી યોગ-સાધના મેડીટેશન કરાવશે અને તા.૧૭ મી ઓગસ્ટ ગુરૂવારના રોજ સાંજે ૭-૦૦ કલાકે આર્ય સત્સંગ પદ્ધતિ પુસ્તકની બીજી આવૃતિનું વિમોચન સુરેશચંદ્ર આર્ય તથા દીપકભાઇ જે. ઠક્કરના વરદ હસ્તે કરાશે.

આર્યસમાજના પ્રમુખ ધનજીભાઇ આર્ય તથા મંત્રી કાન્તિલાલ જુંગીવાલાના માર્ગદર્શન તળે ચાર દિવસીય યોજાનારા આ શ્રાવણી વેદ કથા સહિતના વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો માટે કોષાધ્યક્ષ દિલીપભાઇ જુંગી, ઉપપ્રમુખ સુરેશભાઇ જુંગી, ઉપમંત્રી હરનારાયણસિંહ, પુસ્તકાધ્યક્ષ નાથાલાલ લોઢારી, અધિષ્ઠાતા આર્યવીર દળના ગગનભાઇ કુહાડા સહિત સમસ્ત સદસ્યગણ સારી જહેમત ઉઠાવી રહ્યા છે.
વિશેષ જાણકારી માટે આર્યસમાજના ફોન નંબર ૯૮૭૯૫૩૦૩૨૫, ૯૮૨૫૭૧૮૬૫૩ પર સંપર્ક સાધવાની એક યાદીમાં જણાવાયું છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે