Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં એક દાયકામાં પર્યાવરણનું પતન,પ્રકૃતિનું નિકંદન નીકળ્યું હોવાની સંશોધન દરમ્યાન ચોંકાવનારી હકીકતો સામે આવી

પોરબંદરમાં છેલ્લા એક દાયકામાં વનસ્પતિ નો વિસ્તાર ઘટ્યો હોવાનું અને બંજર જમીન નો વિસ્તાર વધ્યો હોવાનું સંશોધકો દ્વારા છેલ્લા દશ વર્ષમાં કરાયેલા સંશોધન માં સામે આવ્યું છે.

એમ.ડી. સાયન્સ કોલેજ, પોરબંદરના વનસ્પતિશાસ્ત્ર વિભાગના સંશોધકો — ડૉ. ભૂપેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમ રેખા ધમ્મર, કુણાલ એન. ઓડેદરા, ચેતન જોશી દ્વારા હાથ ધરવામાં આવેલા અદ્યતન અભ્યાસમાં પોરબંદર જિલ્લાના છેલ્લાં દસ વર્ષ દરમિયાન (2015થી 2025) ધરતી આવરણમાં થયેલા પરિવર્તન તથા શહેરી વિસ્તારના વિસ્તરણના પગલે સર્જાયેલા પર્યાવરણીય અસરકારક તથ્યોને અસરોને અનાવૃત્ત કરવામાં આવ્યા છે.

Landsat 8 સેટેલાઈટ ડેટા તથા GIS આધારીત પદ્ધતિઓનો ઉપયોગ કરીને NDVI (Normalized Difference Vegetation Index આથી જાણવા મળે કે હરિયાળી (વનસ્પતિ) કેટલી છે), NDMI (Normalized Difference Vegetation Index Moisture Index: એથી જમીનમાં કેટલો ભેજ છે એની જાણ થાય છે.), NDWI (Water Index: પાણીના સ્ત્રોતોની હાલત દર્શાવે છે.), NDBI (Normalized Difference Vegetation Index Built-up Index: એથી ઇમારતો, રોડ, કોન્ક્રીટ કેટલું વધ્યું હોય એ જોવા મળે છે.) જેવા મહત્વના પર્યાવરણ માપદંડો(index)થી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ વિશ્લેષણ માં મળેલા મુખ્ય નિષ્કર્ષો નીચે મુજબ છે:

• વનસ્પતિ વિસ્તાર ૨૦૧૫માં ૧૨.૪% હતો જે ઘટી ને ૨૦૨૫માં ૧૦.૩% થયો. આ 2.1% નો ઘટાડો આસપાસના પર્યાવરણતંત્ર માટે ચિંતાજનક સંકેત છે.
• વનસ્પતિ વિહીન (બંજર) વિસ્તાર ૨૦૧૫માં ૮.૨% થી ૨૦૨૫માં ૧૧.૬૫% થયો છે જે 3.45% નો વધારો દર્શાવે છે, જે માનવીય પ્રવૃત્તિઓના વધારાનું સૂચક છે.
• જમીનનો ભેજ જે 2015 માં 14.6% હતો 2025 માં ઘટીને 11.2% થયો છે, જે ખેતી માટે હાનિકારક બની શકે છે.
• જળ સંસાધનો 2015 માં 9.1% થી ઘટીને 2025 માં માત્ર 4.8% થયા છે – એક દાયકામાં લગભગ અડધા થઈ ગયા છે – જેના કારણે સ્થાનિક પાણી પુરવઠાની સ્થિતિ ગંભીર રીતે બગડી છે.
• ઉચ્ચ શહેરીકરણ પામેલા વિસ્તારો 2015 માં 7.3% થી વધીને 2025 માં 13.9% થયા, જે શહેરી હદમાં 6.6% નો વધારો દર્શાવે છે., જે કુદરતી સંસાધનો પર વધી રહેલા દબાણનું પ્રતિબિંબ છે.
આ અભ્યાસના આધારે સંશોધકો સ્પષ્ટ સૂચન આપે છે કે પોરબંદર જિલ્લામાં પર્યાવરણની જાળવણી માટે તાત્કાલિક અને સુવ્યવસ્થિત પગલાં જરૂરી છે. તેમાં વનવિસ્તાર રક્ષણ, વરસાદી પાણીનું સંગ્રહન અને હરિયાળી વિસ્તાર વધારવા માટે રચનાત્મક નીતિઓ અમલમાં મૂકવાની તાકીદ વ્યક્ત કરવામાં આવી છે.

અભ્યાસકારો માને છે કે આ સંશોધન સ્થાયી વિકાસ, જળ સંચાલન અને પર્યાવરણીય જાગૃતિ માટે માર્ગદર્શક સાબિત થશે.

આ અભ્યાસ Journal of Emerging Technologies and Innovative Research (JETIR)ના ખંડ 12, અંક 5માં મે 2025 દરમિયાન પ્રકાશિત થયો છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે