પોરબંદર શહેરમાં આખલા અને શ્વાનનો ત્રાસ વધતો જતો હોવાનું જણાવી શિવસેનાએ આ અંગે પાલિકા ને રજૂઆત કરી આંદોલનની ચીમકી આપી છે.
પોરબંદર શહેર માં દાયકા ઓ થી ગાય ખુંટીયા અને કુતરા જેવા રખડતા ભટકતા પશુ ઓ નો બેફામ ત્રાસ જોવા મળે છે એટલું જ નહિ પરંતુ આવા પશુ ઓ ના કારણે અનેક લોકો મોત ને પણ ભેટી ચુક્યા છે ત્યારે આ મામલે પોરબંદર જીલ્લા શિવસેના પ્રમુખ અશોક થાનકી ઉપ પ્રમુખ નારણ સલેટ , બીપીન પંડ્યા જીલ્લા મહામંત્રી નયન જોશી તાલુકા પ્રમુખ ભીમભાઈ બાપોદરા તાલુકા મહામંત્રી રમેશ સાદિયા સહીત ના ઓ એ આ બાબતે પોરબંદર નગર પાલિકા પ્રમુખ ડો ચેતનાબેન તિવારી ને આવેદન પાઠવાયું છે.
જેમાં જણાવ્યા મુજબ પોરબંદર માં આખલા યુદ્ધ ની હડફેટે અનેક લોકો આવ્યા છે એટલું જ નહિ પરંતુ આવા આખલા યુદ્ધ ની હડફેટે આવેલા ઘર ના મોભી નું મોત નીપજ્યું હોય અને તેનો પરિવાર નોધારો બની ગયો હોય તેવા બનાવો પણ પોરબંદર માં સામે આવ્યા છે પોરબંદર ની અનેક સંસ્થા ઓ દ્વારા આ રખડતા ભટકતા પશુ ઓ ના ત્રાસ માંથી મુક્તિ અપાવવા અનેક રજુઆતો પણ થઇ છે પરંતુ અગાઉ ના કોઈ સત્તાધીશો જાણે પોરબંદર ના નગરજનો ની પીડા ન સમજતા હોય તેમ આ સમસ્યા નું નિરાકરણ કર્યું નથી. હાલ આપ પ્રમુખ સ્થાન પર બિરાજમાન છો અને ખુબ સેવાભાવી વ્યક્તિત્વ ધરાવો છો આપ શિક્ષિત મહિલા છો એટલે અમો માનીએ છે કે આપ લોકો ની પીડા પણ સમજી શકો છો એટલે જ આ સમસ્યા ના નિરાકરણ ની અપેક્ષા છે.
રખડતા કુતરા ઓ ના કારણે રોજ ના લગભગ પંદર જેટલા ડોગ બાઈટ ના કેસ સરકારી હોસ્પિટલ માં ગત મહીને નોંધાયા છે ખાનગી હોસ્પિટલો માં જનારા લોકો ની સંખ્યા અલગ થી હોય શકે છે જેના પર થી ફલિત થાય છે કે પોરબંદર માં કુતરા ઓ નો પણ કેટલો ત્રાસ છે તો બીજી તરફ સમગ્ર શહેર જાણે છે કે આખલા યુદ્ધ ના કારણે અનેક માનવ જિંદગી ઓ મોત ના ખપ્પર માં હોમાઈ ચુકી છે એટલું જ નહિ પરંતુ લોકો ના વાહનો સહીત ના મુદામાલ ને પણ નુકશાન થયું છે લોકો ને આવા રખડતા ભટકતા પશુ ઓ ના ત્રાસ માંથી મુક્તિ અપાવવાની જવાબદારી નગર પાલિકા ની હોય છે પરંતુ પાછલા સત્તાધીસો પાસે અનેક રજૂઆત આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને કારણે દિન પ્રતિદિન લોકો તેનો ભોગ બની રહ્યા છે.
પરંતુ હવે લોકો ની સહન શક્તિ ની હદ આવી ગઈ છે ત્યારે પોરબંદર ના નાગરિકો ના હિત ને ધ્યાન માં લઇ ને તાકીદે આપ આ સમસ્યા નું નિરાકરણ કરો તેવી માંગ કરવામાં આવી છે અને જો આ સમસ્યા નું તાકીદે નિરાકરણ કરવા અંગે કોઈ પગલા નહિ લેવામાં આવે તો પોરબંદર ના નગરજનો ના હિત ને ધ્યાન માં લઇ અને નાં છૂટકે શિવસેના એ ઉગ્ર આંદોલન ના માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે.