Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ગોઢાણીયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા કોલેજ નો દ્વિતીય દીક્ષાંત સમારોહ સંપન્ન

આજના ભાગ દોડ ભર્યા યુગમાં યોગ ધ્યાન ખુબજ ઉપયોગી છે તેવો સુર સાથે વેરાવળ ની સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી સલગ્ન્ન  પોરબંદર ની ગોઢાણીયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા કોલેજ નો  દ્વિતીય દીક્ષાત સમારોહ અનેરા ઉત્સાહ ભેર યોજાયો હતો.

શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર  ઘડતર સાથે ચરિત્ર નિર્માણ માં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતી પોરબંદર ની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક સંચાલિત પોરબંદર ની ગોઢાણીયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા કોલેજ ના છાત્રો નો યોજાયેલા દ્વિતીય દીક્ષાત સમારોહ માં યોગ સાધકો ને  સર્ટિફિકેટ સાથે ડિગ્રીઓ એનાયત કરવા માં આવી હતી. પોરબંદર ની ગોઢાણીયા મહિલા કોલેજ ના પ્રિન્સિપાલ ડો કેતનભાઈ શાહ ના સબળ નેતૃત્વ માં ચાલતા યોગ કોલેજ અધ્યક્ષ જીવાભાઇ ખૂટી એ  સ્વાગત પ્રવચન કરતા જણાવ્યુકે આ કોલેજ બૅ વર્ષ પુરા કરીને ત્રીજા વર્ષ માં પ્રવેશ કરે છે ધોરણ 12 પછી ડિપ્લોમા માં પ્રવેશ મેળવી શકાય છે દેશ વિદેશ માં યોગ શિક્ષણ ની મોટી માંગ છે. સવારે એક કલાક ચાલતા યોગ અભ્યાસ માં ડોક્ટરો પ્રોફેસર  નર્સ સહીત ના નોકરી  કરતા પણ પ્રવેશ મેળવી શકે છે. આત્મ નિર્ભર બનવા અને રોજગારી માટે આ અભ્યાસ ખુબ ઉપયોગી છે. આજે આ કોલેજ માં  ભણેલા મોટા ભાગના છાત્રો નોકરી કરી રહ્યા છે.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી સલગ્ન ગોઢાણીયા યોગ કોલેજ ના દ્વિતીય દીક્ષાત સમારોહ માં નગરપાલિકા ના પ્રમુખ ડો ચેતનાબેન તિવારી, જાણીતા તબીબ ડો સુરેશભાઇ ગાંધી, સાદીપની હરિ હરિ મન્દિર ના ટ્રસ્ટી ડો ભરતભાઇ ગઢવી, કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ના પી આઈ ચંદ્રેશભાઇ નાયક, મોઢા સ્કૂલ ના  ટ્રસ્ટી રજનીભાઇ મોઢા, ગોઢાણીયા બી એડ કોલેજ ના ડાયરેક્ટર ડો ઈશ્વરલાલ ભરડા  એક્સ્ટ્રમ જિમ ના માલિક કેતનભાઈ કોટીયા ની ઉપસ્થિતિમાં  આ દીક્ષાત સમારોહ ને મંગળ દીપ પ્રગટાવી ખુલ્લો મૂકીને  યોગ સાધકો ને સંબોધન કરતા ટ્રસ્ટ ના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઈ ગોઢાણીયા એ જણાવ્યું હતુંકે આજે વિશ્વ માં અશાંતિ પ્રવર્તે છે. યુદ્ધ થી કંટાળેલા લોકો યુદ્ધ નો નહી પણ બુદ્ધ નો માર્ગ પસન્દ કરે છે. યોગ એ  મન ની શાંતિ માટેનું પ્રથમ પગથિયું છે. માણસો પાસે સુખ છે પણ શાંતિ નથી યોગ કરવા થી નવા વિચારો આવે છે અને એ વિચાર અભ્યાસ ના વિકાસ માં મહત્વ નું યોગદાન આપે છે.

આ પ્રસંગે  નગરપાલિકા ના પ્રમુખ અને યોગ કોલેજ ના વિદ્યાર્થી ની  ડો ચેતનાબેન તિવારીએ  જણાવ્યું હતુંકે, યોગ કોલેજ માં વિદ્યાર્થીની તરીકે જોડાવાનું મને ગૌરવ છે યોગ શિક્ષણ કૌશલ્યલક્ષી અભ્યાસક્રમ થકી  આત્મનિર્ભર ભારત વિભવના ને વેગ મળ્યો છે ઘણા વિદ્યાર્થીઓ  યોગ શિક્ષણ મેળવી પગભર થયાં છે. વિદ્યાર્થી ઓના શારીરિક વિકાસ સાથે માનસિક વિકાસ માટે યોગ અનિવાર્ય છે.

આ પ્રસંગે  જાણીતા તબીબી ડો સુરેશભાઇ ગાંધી  એ જણાવ્યું હતું કે  મેડિટેશન એ જીવન ને બદલી શકે છે. અમારી પાસે આવતા  80 ટકા દર્દીઓ શારીરિક કરતા માનસિક  સમસ્યાઓ થી પીડાતા હોય છે. જો લોકો ધ્યાન મેડિટેશન  અપનાવે તો  ડોકટરો નું કામ પચાસ ટકા ઓછું થઇ જાય. આથી યોગ શિક્ષણ ને જીવન નો હિસ્સો બનાવવા ની શીખ આપી હતી. આ પ્રસંગે જાણીતા તબીબ અને સાંદિપની વિદ્યા નિકેતન ના ટ્રસ્ટી ડો ભરતભાઇ ગઢવી એ વૈશ્વિક સંસ્થા “હુ”  નું ઉદારણ ટાંકી જણાવ્યુ હતું કે  વ્યક્તિ શારીરિક, માનસિક, આર્થિક રીતે મજબૂત હોઈ તો  તેનું સ્વાસ્થ્ય  સારુ છે તેમ કહી શકાય જીવન ની સુખાકારી માટે યોગ શિક્ષણ જરૂરી છે. આ પ્રસંગે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ના  પી આઈ ચંદ્રેશભાઇ નાયકે જણાવ્યું કે હું વિસ વર્ષ થી નિયમિત યોગ કરું છું માણસનું શરીર જન્મ થી  મૃત્યુ સુધી બદલતું હોય છે શરીર માં બેઠેલો આત્મા નો ખોરાક યોગ છે.  મનમાં પડેલો કચરો સાફ કરવા માટે  ધ્યાન મેડિટેશન રામબાણ ઈલાજ છે યુવા પેઢી પોતાની સુખા કારી માટે યોગ અપનાવે તે આજના યુગમાં જરૂરી છે.

પોરબંદર ની ગોઢાણીયા બી. એડ કોલેજ ના ડાયરેક્ટટ અને જાણીતા કેળવણી કાર ડો ઈશ્વરલાલ ભરડાએ જણાવ્યુ હતું કે એ યોગ એ વ્યક્તિ વ્યક્તિ વ્યક્તિ અને સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ વચ્ચેનો સેતુ નિર્માણ કરે છે પોરબંદર જીલ્લા ના યોગ કોચ તરીકે પરીક્ષા પાસ કરી ગુજરાત રા જય યોગ બોર્ડ દ્વારા નિયુક્ત થયેલા ખીમભાઇ મારું, હાર્દિકભાઇ તન્ના,  હર્ષાબેન દાસા, ગોરધનભાઈ ચાવડા, જયન્તભાઇ જોશી, શાંતિબેન ભૂતિયા,રાજેશ ભાઇ કક્કડ તેમજ  સૂર્ય નમસ્કાર માં વર્લ્ડ રેકોર્ડ કરનાર સોનલ કડછા, રાષ્ટ્રીય કક્ષા એ સૂર્ય નમસ્કાર માં  સ્થાન મેળવનાર ગોરધનભાઈ ચાવડા. અને યોગા નિંદર્શન ના મિત્તલ ઓડેદરાને આ તકે મહાનુભાવો ના હસ્તે  શિલ્ડ મોમેટો અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરાયા હતા. યોગ છાત્રો ને યુનિવર્સિટી ની ડિગ્રીઓ એનાયત કરવામાં આવી તદ્દ ઉપરાંત સેવાકર્મીઓ ને શિલ્ડ અને સર્ટિફિકેટ અર્પણ કરી અદકેરું સન્માન અપાયું હતું.

યોગ સાધક મિત્તલબેન ઓડેદરા એ યોગ  ધ્યાન અને આસન નું  નિંદર્શન કરી સૌને મંત્ર મુગ્ધ બનાવ્યા હતા. કોલેજ ના યોગ સાધકો ડો ભાવનાબેન મશરૂ, બેરી ભાષ્કર રાવ, મનોજ ભાઇ મકવાણા, દેવરૂખકર કોમલે પોતાના પ્રતિભાવમાં શિક્ષણ,સંસ્કાર અને ચરિત્ર નિર્માણની કોલેજ ની આગવી પરંપરા ને  આવકારી ને કોલેજ ના ગુરુદેવો નું ઋણ સ્વીકાર કરી માતૃ સંસ્થા ને  નીશુલ્ક સેવા આપવાની તત્પરતા દર્શાવી હતી. ઉલ્લેખનીય છેકે દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ સરકાર કૌશલ્ય લક્ષી અભ્યાસ ક્રમ દાખલ કરવા પ્રયાસ કરી રહી છે. તેના ભાગ રૂપે આ અભ્યાસક્રમ ચાલુ કર્યો છે. વૈશ્વિક સ્તરે અને ભારત માં યોગ અભ્યાસક્રમ માં તકો વિશાળ છે. જે ઘર આંગણે શ્રેષ્ઠ અભ્યાસ ક્રમ ની તક છે.

યોગ છાત્ર નિખિલ ભાઇ જોશી એ યોગ ભક્તિ ગીત પ્રસ્તુત કરીને સૌને ભીંજવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  યોગ સાધક હર્ષાબેન દાસાએ સંભાળ્યું હતું જયારે આભાર દર્શન કોલેજ ના પ્રોફેસર ડો જયશ્રીબેન પરમારે કર્યું હતું.  કાર્યક્રમ માં કોલેજ ના હિસાબનીશ દીપેનભાઇ જોશી, ટ્રસ્ટ ના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, મુકેશભાઇ મહેતા, મહેશભાઇ મોતીવરસ, પરેશભાઇ દુબલ, વિશાલ લોઢારી, મહેકબેન મસાણી, મનીશાબેન લોઢારી, ક્રિષ્નાબેન ડાભી, જીલ્લાના સીતેર યોગ કેન્દ્ર ના યોગ ટ્રેનર. સહીત યોગા કોલેજ ના  છાત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે