પોરબંદરમાં લોહાણા મહાજન દ્વારા લોહાણા મહા પરિષદના સહયોગ સાથે જ્ઞાતિના વિદ્યાર્થીઓને ૫ લાખ થી વધુ ની સ્કોલરશીપ અપાઇ હતી.
પોરબંદર માં રઘુવંશી સમાજ ના ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્વ. રોનક પ્રતાપભાઈ દત્તાણી ફાઉનડેશન સાથે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા બનેલ એજ્યુકેશન ટ્રસ્ટ ના માધ્યમ થી સ્કોલરશિપ આપવામાં આવે છે. આ સ્કોલરશિપ ના ફોર્મ કોઈ ભલામણ કે ભેદભાવ વગર ઑનલાઈન ભરવાના હોય છે અને જે વિદ્યાર્થીઓ ને મળવા પાત્ર હોય તેની સ્કોલરશિપ મંજુર કરી તેની યાદી મહાજન કાર્યાલય પર આવે છે સીસ્ટમ મુજબ કુલ રકમના 30% રકમ પોરબંદર લોહાણા.મહાજન તરફથી જમા કરાવવામાં આવ્યા બાદ તેમાં 70% શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા જોડીને સીધા વિદ્યાર્થીઓ ના નામ થી જ ચેક બને છે.
આ વર્ષે 145 વિદ્યાર્થીઓ ના ચેક કુલ રુ. પાંચ લાખથી વધુ રકમ ના ચેક નું વિદ્યાર્થીઓ ને વિતરણ લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા, માનદ મંત્રી રાજેશભાઇ લાખાણી, ટ્રસ્ટીઓ વિજયભાઇ મજીઠીયા, ભાવિનભાઈ કારીયા ની ઉપસ્થિતિ માં લોહાણા મહાજન વાડી પર થયેલ. આ પ્રસંગે વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન અને માહિતી આપવા અને મોટિવેશન વાત કરવા જયેશભાઇ પતાણી, દીપેનભાઈ બારાઈ, કમલભાઈ પાંઉ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને શિક્ષણ સબંધી વાત કરી હતી.
આ કાર્યક્રમ માં લોહાણા મહાપરિષદ ના પોરબંદર વિસ્તાર ના યુથ કમીટી પ્રમુખ ગોવિંદા ઠકરાર, પર્યાવરણ કમીટી ના યોગેશભાઈ પોપટ, ચેમ્બર ઓફ કોમર્સ ના પુર્વ પ્રમુખ શ્રી નલીનભાઈ કાનાણી વેપારી આગેવાન શ્રી સુભાષભાઈ ઠકરાર, લોહાણા યુવા શકિત ના પ્રમુખ મીલન કારીયા, જલારામ મંદિર ના ટ્રસ્ટી હીતેશભાઇ ઠકરાર, અરવિંદભાઈ રાજા, ભીખુભાઈ મદલાણી, લોહાણા સગપણ સમિતી ના હીતેશભાઇ ઉનડકટ અને હરીશભાઈ પોપટ સહિત જ્ઞાતિજનોએ હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવેલ હતો. આ સ્કોલરશિપ ફોર્મ અંગેની માહિતી થી ચેક વિતરણ સુધીની કામગીરી માં લોહાણા.મહાજન કાર્યાલય સ્ટાફ તરફથી પણ ખૂબ જહેમત ઉઠાવેલ હતી.