Tuesday, October 14, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં સફાઇ કામદારો અને તેમના આશ્રિત બાળકોને ઇનામ આપવાની યોજના:જાણો સંપૂર્ણ વિગત

ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર, દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં વર્ષ ૨૦૨૩માં સમગ્ર રાજ્યના સફાઇ કામદારો અને સફાઇ કામદારોના આશ્રિત બાળકોમાં ઉતીર્ણ થયેલાં બાળકોને ઇનામ અને પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

    આ યોજના હેઠળ ધોરણ ૧૦માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૪૧,૦૦૦, બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૨૧,૦૦૦ અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૧૧,૦૦૦ તેમજ ધોરણ૧૨ વિજ્ઞાન પ્રવાહ/ સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૩૧,૦૦૦, બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૨૧,૦૦૦ અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૧૧,૦૦૦નું ઈનામ અને પ્રશસ્તિ પત્ર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા આપવામાં આવશે.

    આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદાનું કોઇ ધોરણ રાખવામાં આવેલ નથી, આ યોજનાનો લાભ લેવા માટે સફાઇ કામદારના આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર તેમજ વર્ષ ૨૦૨૩ની માર્કશીટની નકલ રજુ કરવાની રહેશે, આ યોજનાનું અરજી ફોર્મ નિગમની વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in ઉપર તા. ૦૫/૦૮/૨૦૨૩ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

વધુ માહિતી માટે જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન-૨, નવી કોર્ટ સામે કચેરી નં.૨૧ પોરબંદરનો સંપર્ક કરવાનો રહેશે. યોજનાનો લાભ લેવા જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ પોરબંદર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે