રાણાવાવ ના દોલતગઢ ગામે રહેતી પરિણીતાને છૂટાછેડાના કાગળમાં સાક્ષી તરીકે સહી કરનાર સરપંચે માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
રાણાવાવ નજીક આવેલ દોલતગઢ ગામે રહેતી હેતલ હરદાસભાઇ બારડ(ઉવ ૩૦) નામની પરિણીતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ નોંધાવી મુજબ તેના પ્રથમ લગ્ન અગીયારેક વર્ષ પહેલા મોટી મારડ ગામે રહેતા સંજય સુનીલભાઈ બારીયા સાથે થયેલ હતા. અને લગ્નના એકાદ વર્ષ બાદ પુત્ર હાર્દિકનો જન્મ થયેલ હતો. અને ત્યાર બાદ પતી સાથે ન બનતા બન્ને અલગ થઇ ગયા હતા અને હાર્દિકને પોતાની સાથે લાવેલ હતી.
ત્યાર બાદ બીજા લગ્ન પાંચેક વર્ષ પહે લા પોરબંદર ખાતે રહેતા અરજન નારણભાઇ મોકરીયા સાથે થયા હતા. અને આગલા ઘરના પુત્ર હાર્દિક ને પોરબંદર સાથે લઇ ગયેલ હતી. અને ત્યાર બાદ પતી મને હેરાન કરતા હોવાથી પોતે હાર્દિકને લઇને દોલતગઢ ગામે માવતરના ઘરે રહેવા માટે આવતી રહેલ હતી. અને ત્યાર બાદ એક-બે મહીના પછી પતિએ મને પાંચ લાખ આપવાની વાત કરી તેની પાસે કાગળમાં સહી લેવડાવી ઘરમેળે છુટાછેડા કર્યા હતા.
જે છુટાછેડાના ગામના સરપંચ મનસુખ મોહનભાઇ ડાકીને સહી કરવા બોલાવેલ હતા.અને ત્યાર બાદ પતિએ તેને રૂપીયા પાંચ લાખ ન આપતા તેણે પતિ વિરૂધમા રાણાવાવ કોર્ટમાં ભરણ પોષણનો કેસ કરેલ હતો. જે કેસ રાણાવાવ કોર્ટમાં ચાલુ છે.
ગત તા.૨૦/૧૦ના રોજ રાત્રીના નવેક વાગ્યે હેતલ તથા તેના પિતા હરદાસભાઈ બારડ તથા ભાઈ કૌશિકભાઇ, તથા કાકાનો દિકરો કલ્પેશ ગોવિંદભાઇ એમ ચારેય ઘરની બહાર બેઠા હતા ત્યારે ગામના સરપંચ મનસુખ મોહનભાઇ ડાકી હાથમાં લાકડી લઇને આવ્યો હતો અને હેતલ ને જેમ ફાવે તેમ ગાળો આપી કહેવા લાગેલ કે તમારા કેસમાં અમારે કોર્ટમાં ધકા ખાવાના એટલે હેતલે કહેલ કે તમારે શા માટે કોર્ટમાં ધકા ખાવાના ? તો સરપંચે પોતાને રાણાવાવ કોર્ટમાંથી કોર્ટમાં હાજર રહેવાની નોટીસ મળેલ છે. તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લેજે નહીતર તને જાનથી મારી નાખીશ તેમ કહેતા હેતલે તેને કોર્ટમાંથી કેસ પાછો ખેંચવાની ના પાડતા તેમણે તેના હાથમાં રહેલ લાકડીથી ડાબા હાથમાં તથા ડાબા પગમાં એક-એક ઘા મારેલ.
એવામાં હેતલ ના ભાઇઓ તથા બાપુજી વચ્ચે પડીને બચાવી લીધી હતી તે દરમ્યાન આજુબાજુના માણસો ભેગા થઇ જતા મનસુખ મોહન ડાકી ત્યાંથી જતો રહેલ હતો. ત્યાર બાદ હેતલે ભાઈઓ સાથે રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરી છે.