પોરબંદર ખાતે બોખીરા જુબેલી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને સરસ્વતી સન્માન નું આયોજન કરાયું હતું. જેમાં ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થી ને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.
પોરબંદર ખાતે બોખીરા જુબેલી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને સરસ્વતી સન્માન 2022 ભવ્ય ને જાજરમાન આયોજન સંપન થયુ છે.
સરસ્વતી સન્માન સમારંભ મા ધોરણ 1 થી કોલેજ સુધીના દરેક વિદ્યાર્થી ને શૌક્ષણીક કીટ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. તે ઉપરાંત ધોરણ 10 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઑને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહીત કરવામા આવ્યા હતા. આ તકે ખાસ સમય કાઢીને ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ દશનામ ગૌસ્વામી સમાજને કહ્યુ કે જ્યારે પણ શિક્ષણ કે અન્ય સહકાર ની જરૂરિયાત હોય ત્યારે હુ આપની સાથે જ છુ.
શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીએ આર્શીવચન આપતા કહ્યુ કે શિક્ષણ ખુબ જ જરૂરી છે પણ સાથોસાથ સંસ્કાર પણ ને ચરિત્ર નિર્માણ ખુબ જ જરૂરી છે. કોઈ પણ સમાજ ને ટકાવવા માટે ધર્મ અતી જરુરી છે. શિક્ષણ સાથે સનાતન ધર્મનુ જ્ઞાન પણ બાળકોએ આપવુ જરૂરી છે.
આ કાર્યક્રમમા બાબુભાઈ બોખીરીયા, અજયભાઈ બાપોદરા, વિજયભાઈ બાપોદરા,દ.ગો.સમાજ પોરબંદર ના પ્રમુખ ગીરીશભાઈ તથા ટ્રસ્ટી મંડળ, શિવગરબાપુ, જગુભાઈ ગોસાઈ, વિજયભાઈ ગોસાઈ તથા યુવક મંડળના સભ્યો, રાજુભાઈ ગોસાઈ તથા યુવક મંડળના સભ્યો, મયાગીરીબાપુ, સુરેશસાહેબ રામદતી જેવા ધણા આગેવાનો એ હાજરી આપી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે બોખીરા જુબેલી દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ વિજયગીરી અપારનાથી તથા તેમની ટીમ અને શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતકુમાર ગોસાઈ દ્વારા અથાગ મહેનત કરવામા આવી હતી.