શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સર્વોદય મંડળ પોરબંદર દ્રારા રક્ષાબંધનના પાવન અને પવિત્ર પર્વ નિમિત્તે જ્ઞાતિના સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શહેરના ઔદિચ્ય ગોહીલવાડી બ્રહ્મસમાજ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિશિષ્ઠ પ્રતિભા ધરાવતા જ્ઞાતિજનો માટે સરસ્વતી સન્માન સમારોહ તથા જ્ઞાતિ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.
સરસ્વતી સન્માન સમારોહ
સરસ્વતી સન્માન સમારોહમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ધોરણ 1 થી 12 અને સ્નાનક અનુસ્નાતક,પ્રોફેશનલ ડિગ્રી વગેરે 220 જેટલા વિદ્યાર્થીઓને તેમજ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા 14 એમ મળી કુલ 234 જેટલા જ્ઞાતિજનોનું સંતો અને મહાનુભાવો તેમજ વડીલોની ઉપસ્થિતિમાં શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ શૈક્ષણિક કીટ આપી અભિવાદન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્નેહ મિલન
સરસ્વતિ સન્માન સમારોહની સાથે જ્ઞાતિજનો માટે સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું.જેમાં શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સર્વોદય મંડળ કમીટીના હોદ્દેદારો તેમજ જ્ઞાતિના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દ્રારા કાર્યક્રમને અનુરૂપ પ્રેરણાદાયી અને મનનીય પ્રવચન આપી જ્ઞાતિજનોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતુ.આ તકે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યાં હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં ઘુનડા સતપુરણ ધામના પુ.જેન્તીરામ બાપા,સાંદિપની વિદ્યાનિકેત પોરબંદરના ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પ્રતિનિધિ રૂપે કાર્યક્રમના અધ્યક્ષ બીપીનભાઈ જોષી તેમજ અન્ય મહાનુભાવો અશોકભાઈ દવે,વજુભાઈ જોષી,ડૉ.કમલેશ મહેતા,ડૉ.દિનેશ ભરાડ,રમણીકભાઈ પુરોહિત,ચિંતન મહેતા,પીઆઈ મહેન્દ્ર બોરીસાગર,અજય શિલુ,પ્રતિશ શિલુ,કિરીટ જોષી સહિત જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિતિ સૌને કમિટીના પ્રમુખ કિશોર જોશી સહિત અન્ય હોદેદારો દ્રારા આવકારવામાં આવ્યા હતા.કાર્યક્રમ અંતર્ગત વ્યસન મુક્તિ,શિક્ષણમાં પ્રગતિ તેમજ જ્ઞાતિ એકતા વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.તેમજ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કમિટીના મંત્રી હરેશ જોષીએ કર્યું હતું.
બ્રહ્મ ભોજન
શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સર્વોદય મંડળ પોરબંદર દ્રારા આયોજીત તેજસ્વી વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહ તથા જ્ઞાતિ સ્નેહ મિલનના અંતે ઉપસ્થિત બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો અને સાંદિપનીના ઋષિકુમારો માટે સ્વરૂચી બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ,તમામ જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી બ્રહ્મ ભોજન લઈને છુટા પડ્યા હતા.













