પોરબંદર ખાતે સમસ્ત રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ૨૭૫ વિદ્યાર્થીઓને સર્ટી ફિકેટ,શિલ્ડ તેમજ શૈક્ષણિક કીટ વડે સન્માનિત કરાયા હતા.
પોરબંદર જિલ્લાના સમસ્ત રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. રાજગોર બ્રાહ્મણ સર્વોદય મંડળ પોરબંદર દ્વારા સતત ત્રીજા વર્ષે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો
હતો જેમાં સંતો,મહંતો અને જ્ઞાતિ આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ જેતપુર સ્વામિનારાયણ મંદિરથી પધારેલા પરમ પૂજ્ય નીલકંઠચરણદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ.જેમાં વિશેષ ઉપસ્થિતિ હરિ ઔમ વૃદ્ધાશ્રમ – જેતપુરથી પૂજ્ય જોષી બાપા,ધુનેશ્વરથી પૂજ્ય જેન્તિરામ બાપા,સાંદિપનીથી પૂજ્ય રમેશભાઈ ઓઝાના પ્રતિનિધિ આચાર્ય બિપીનભાઈ જોષી તેમજ સાંદિપનીના ૨૭૦ જેટલા ઋષિકુમારો,જ્ઞાતિના આગેવાનો તેમજ જ્ઞાતિજનો બોહળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
સૌ પ્રથમ સાંદિપનીનાં ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રો સાથેની પ્રાર્થનાના ગાયન દ્વારા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.ત્યાર બાદ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં શ્રેષ્ઠ દેખાવ સાથે ઉતીર્ણ થનાર અને અભ્યાસમાં તેજસ્વી તારલાઓને ધોરણ ૧૦,૧૨ ગ્રેજ્યુએટ,પોષ્ટ ગ્રેજયુએટ વગેરે કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનારને સ્ટેજ પરથી તેમજ બાકીના ધોરણ ૧ થી તમામ કક્ષા સુધીના કુલ ૨૭૫ વિદ્યાર્થીઓને સર્ટી ફિકેટ,શિલ્ડ તેમજ શૈક્ષણિક કીટ વગેરે મળી અંદાજે રૂ.૩૦૦ ની કિંમતના ઇનામો આપી પ્રોત્સાહિત કરેલ.આ તમામ ઈનામના દાતા જ્ઞાતિના શિક્ષકો અને શિક્ષણ પ્રેમી ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ હતી,તે બદલ તમામનો આભાર.
આ કાર્યક્રમમાં પધારેલ સંતો પૂજ્ય નીલકંઠચરણદાસજી સ્વામી,જોષી બાપા, જેન્તિરામ બાપા, બિપીનભાઈ જોશીએ પોતાના વક્તવ્યમાં સમગ્ર આયોજન બદલ ખુશી વ્યક્ત કરેલ હતી અને આશિર્વચનમાં સમગ્ર જ્ઞાતિને સંગઠિત બની અને શિક્ષણમાં ખૂબ આગળ વધો તેવા આશિર્વાદ પાઠવ્યા હતા.તેમજ શિક્ષણથી જ સમાજનો સાચો વિકાસ થાય માટે શિક્ષણમાં ઉતરોત્તર વધારો થાય અને સમાજનો વિકાસ થાય તેવા હંમેશા પ્રયત્નો કરતા જ રહેવું જોઈએ તેવો ખાસ સૌ જ્ઞાતિજનોને આગ્રહ કરેલ.
ઉપરાંત હાલમાં છાંયા મુકામે આવેલું રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન અત્યારની પરિસ્થિતિ પ્રમાણે શૈક્ષણિક અને પ્રસંગો માટે પણ ખૂબ નાનું પડે છે, તો અત્યારે પોરબંદરની આપણી જ્ઞાતિ માટે એક મોટા સંકુલની ખાસ જરૂર જણાય રહી છે તેના માટે અત્યારની કમિટીના પ્રમુખ કિશોર જોષી તેમજ પૂરી કમિટીના સભ્યો ખૂબ જ ચિંતિત છે અને આ ચિંતા આવેલા સંતોને જણાવેલ તો પૂજ્ય નીલકંઠચરણદાસજી સ્વામી અને પૂજ્ય જોષી બાપાએ આ વાત પોતાના મુખેથી જ્ઞાતિજનો સમક્ષ મૂકી તો જ્ઞાતિ જનોએ પણ ખૂબ સારો પ્રતિસાદ આપતા તે જ દિવસે નવા સમાજ માટે અંદાજે ૧૫,૫૦,૦૦૦/- જેવું અનુદાન તે જ દિવસે જાહેર કર્યું હતું.તેમાં શરૂઆત પૂજ્ય નીલકંઠચરણ સ્વામી તરફથી ૧૦૦૦૦૦/- અને પૂજ્ય જોષી બાપા તરફથી પણ ૧૦૦૦૦૦/- આપી શરૂઆત કરેલ હતી.તેમજ સંતોએ આશીર્વાદ પાઠવેલ કે ખૂબ ઝડપથી આ નવો સમાજ થઈ જશે બસ પ્રયત્નો ચાલુ રાખશો અને જ્ઞાતિજનોને પણ અપીલ કરી કે આ નવા સમાજના કાર્યમાં તન, મન, ધનથી સહકાર આપશો.તે ઉપરાંત આ કાર્યક્રમ સંદર્ભે જ્ઞાતિજનો તરફથી અંદાજે ૧૦૦૦૦૦/- જેટલો ફાળો મળેલ છે. જેની વિગત વાર માહિતી હવે પછી જ્ઞાતિજનોને આપવામાં આવશે.
કાર્યક્રમને અંતે કમિટીના મંત્રી હરેશભાઈ જોષીએ આભારવિધિમાં આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ તમામ સંતો, જ્ઞાતિ આગેવાનો, જ્ઞાતિજનો, કાર્યક્રમમાં મદદરૂપ તમામ દાતાઓ, શિક્ષકો, યુવાનો,કાર્યકરો, મહિલા મંડળ તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ રૂપ થનાર તમામનો આભાર માન્યો હતો તેમજ અન્નપૂર્ણા ગ્રુપની કામગીરી અને આગામી શરદપૂર્ણિમા એક દિવસીય નવરાત્રીના આયોજન વિષે પણ માહિતી આપેલ હતી.આ કાર્યક્રમનું સફળ સંચાલન પોતાની આગવી શૈલીમાં ગીરધરભાઇ બાબુભાઈ જોષીએ કરેલ હતું.કાર્યક્રમના અંતે સાંદીપનિના ઋષિકુમારો,જ્ઞાતિજનો વગેરેએ અંદાજે ૧૨૦૦ લોકોએ સ્વરૂચી સમૂહ ભોજન કર્યું હતું.આ સમુહ ભોજનના દાતા શ્રી હિરેનભાઈ જેન્તીભાઇ તેરૈયા (હાલ આફ્રિકા) હતા.તેમજ પીવા માટે મિનરલ વોટરના દાતા ધર્મેશભાઈ બળવંતભાઈ મહેતા હતા.તેમજ સાઉન્ડ સર્વિસની ફ્રી સેવા શિહોરી સાઉન્ડ સર્વિસ રમેશભાઈ જોષી તરફથી, ફોટોગ્રાફની ફ્રી સેવા ભાવિનભાઈ અમુભાઈ જોષી (પાલખડા) તરફથી મળેલ હતી આ તમામનો કમિટી વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા કમિટીના પ્રમુખ શ્રી કિશોરભાઈ જોષી,ઉપ પ્રમુખશ્રી સંજયભાઈ દવે, સુભાષભાઈ દવે,મંત્રી હરેશભાઈ જોષી,સહમંત્રી હરિભાઈ પુરોહિત, ખજાનચી ડો.યુ.ડી.મહેતા,સહ ખજાનચી ધવલભાઈ જોષી,સંગઠન મંત્રીઓ સુરેશભાઈ શીલુ,રમેશભાઈ પુરોહિત,પ્રેમજીભાઈ જોષી, પ્રકાશભાઈ દવે આ તમામ કમિટીના હોદેદારોએ જેહમત ઉઠાવેલ હતી.
આ ઉપરાંત સર્ટીફીકેટ પ્રિન્ટ,શિલ્ડ બનાવવા તેમજ ડિજિટલ તમામ કામગીરી ડૉ યુ.ડી.મહેતા, ડો.વિવેકભાઈ જોષી,કેયુરભાઈ જોષીએ સંભાળેલ હતી.તેમજ ઈનામ વિતરણમાં શિક્ષકશ્રીઓ જીવરામભાઈ મહેતા, તૃપ્તિબેન બોરીસાગર, ચિરાગ તેરૈયા, ચેતનભાઈ જોશી, મૌલિકભાઈ જોષી અને ભાવેશભાઈ વેગડા વગેરે જેહમત ઉઠાવેલ હતી. ફંડ ઉઘરાવવા અશ્વિનભાઈ શિલુ, રતિલાલભાઈ મહેતા, રમેશભાઈ જોશી, મયુરભાઈ જોષી, જીગ્નેશભાઈ તેરૈયા વગેરે જેહમત ઉઠાવેલ.જ્ઞાતિના મોટા ભાગના ઘરે ટેલિફોન દ્વારા કાર્યક્રમનું આમંત્રણ આપી જાણ રાજભાઈ જોષી અને મયુરભાઈ જોશીએ કરેલ હતી તે બદલ આભાર માન્યો હતો.
આમ વિવિધ કામગીરીમાં ઉપરના નામો સિવાય પણ તમામ જ્ઞાતિજનો ઉપયોગી થયેલ છે તે તમામનો રાજગોર બ્રાહ્મણ સર્વોદય મંડળ પોરબંદર વતી આભાર માનવામાં આવ્યો હતો અને એકંદર કાર્યક્રમ યાદગાર રહ્યો હોવાનું પણ અગ્રણીઓ એ જણાવ્યું હતું.