Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ડિસ્ટ્રીકટ બાર એસોશીયશનમાં ફરી સમરસ નિમણૂંક:ગત વર્ષ ની સમગ્ર બોડી ફરી રીપીટ

પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશનના હોદેદારો ની ચૂંટણી કરવાના બદલે ગત ટર્મ ની સમગ્ર બોડી ને ફરી રીપીટ કરાઈ છે.

પોરબંદર વકિલ મંડળમાં વર્ષોથી સંપ અને સહકારનુ વાતાવરણ છે. અને વકિલો-વકિલો વચ્ચે મિત્રતા અને આદરભાવ હોવાને કારણે વકિલ મંડળમાં ભાગ્યે જ હોદેદારોની ચુંટણી કરવામાં આવે છે. અને ”ઇલેકશન” ને બદલે ”સીલેકશન” થી જ હોદેદારોની નિમણુંક થતી રહે છે. અને તે રીતે વર્ષ ૨૦૨૨-૨૩ માટે પણ ચુંટણી યોજવાને બદલે ગત વર્ષની આખી બોડી એટલે કે પ્રમુખ તરીકે હરભમ ચુંડાવદરા ઉપપ્રમુખ તરીકે જે. પી. ચૌહાણ સેક્રેટરી તરીકે દિપક સાદીયા જોઇન્ટ સેક્રેટરી તરીકે દેવશી મોઢવાડીયા ટ્રેઝ૨૨ તરીકે રાકેશ પ્રજાપતી, જોઇન્ટ ટ્રેઝરર તરીકે હારૂન સાટી તેમજ સિનિયર એડવોકેટોની કારોબારીમાં નિમણુંક યથાવત રાખી હતી.

તેથી આ ચાલુ ૨હેલી બોડીને આજે હાર-તોરા કરી સિનિયર એડવોકેટ દિપકભાઇ લાખાણી, ભરતભાઇ લાખાણી, તેમજ જગદીશ મોતિવરસ, શૈલેષભાઇ પરમાર, નરેશ ઓડેદરા તથા અનિલ સુરાણી તેમજ અન્ય સિનિયર જુનીયર એડવોકેટે અભિનંદન પાઠવ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે