પોરબંદરમાં અકસ્માત સમયે લોકોના જીવ બચાવનાર શહેરીજનો અને કર્મચારીઓનું અભિવાદન થયું હતું.
ગાંધીનગર ખાતે અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યકિતઓને ‘ગોલ્ડન અવર માં હોસ્પીટલ-ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર, મદદ કરનાર વ્યકિતને “ગુડ સમરીટન એવોર્ડ” થી સન્માનિત કરવા વીડીયો કોન્ફરન્સ મારફતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ અશોક શર્માની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની તથા એ.આર.ટી.ઓ. પઠાણની ઉપસ્થિતિમાં જીલ્લા સેવા સદન-૧ ખાતે જીલ્લાના રાષ્ટ્રીય માર્ગ, રાજય માર્ગ તેમજ અન્ય માર્ગો પર થતા અકસ્માતો બાબતે તાત્કાલીક પહોંચીને લોકોને સારવાર માટે ૧૦૮ તેમજ પ્રાઇવેટ વાહનોની મદદથી હોસ્પીટલ સુધી પહોંચાડી લોકોને તાત્કાલીક સારવાર અપાવી લોકોના જીવ બચાવ્યા હોય તેવા પરોપકારી વ્યક્તિઓ, દિલીપભાઈ કાનાભાઈ ગોરાણીયા, (રહે. મીલપરા), રમેશભાઈ માલદેભાઈ ઓડેદરા (રહે. નવા કુંભારવાડા) લીલાભાઈ હમીરભાઈ મોઢવાડીયા (રહે. નવાપરા-આદિત્યાણા,મિયાણી મરીન પોલીસ મથક ના કોન્સ્ટેબલ બાબુભાઈ જીવણભાઈ સાંખટ, ટ્રાફિક બ્રિગેડ માં ફરજ બજાવતા સિધ્ધાર્થ ખીમજીભાઈ મકવાણા ને ‘ગુડ સમરીટન” તરીકે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.