પોરબંદર માં પારિવારિક માહોલ વચ્ચે યોજાયેલ રુમઝુમ રાસોત્સવ નું ખેલૈયાઓ ને અઢળક ઇનામો આપી સમાપન કરાયું હતું.
પોરબંદર માં સ્વ. શ્રી હીમતભાઈ ભીમજીભાઈ કારીયાના આશીર્વાદ અને પ્રેરણાથી શ્રી જુનીયર રધુવંશી ગ્રુપ, શ્રી રધુકુલ પરિવાર , મનન હોસ્પિટલ રાજકોટ , આજકાલ મીડિયા પાર્ટનર તથા રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આયોજિત રૂમઝૂમ રાસોત્સવ ૨૦૨૫ નાં નવરાત્રી નાં નવમાં નોરતા નાં અંતિમ દિવસે મેગા ફાઈનલ સંપન્ન થયો હતો આ આયોજનમાં વર્ષો બાદ મોડી રાત સુધી ખેલૈયા ઓ એ આનંદ માણી ને વર્ષો નો ઈતિહાસ યાદ કરાવ્યો હતો.
રૂમઝૂમ રાસોત્સવ ૨૦૨૫ નાં આયોજનનું કાર્ય સંપન્ન થતા ચોપાટી પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડ માં જે આયોજન થયેલ હતું તે આયોજનમાં ખેલૈયાઓએ મનમુકીને આ આનંદ માણેલ હોય ત્યારે નવલી નવરાત્રી નાં આ દસમાં દિવસે એટલે કે રૂમઝૂમ રાસોત્સવ નાં અંતિમ દિવસે મેગા ફાઈનલ યોજાયેલો હોય ત્યારે આ મેગા ફાઈનલ માં ઇનામોની ખુબ જ મોટી વણજાર થયેલ હતી.
ત્યારે જુનીયર કિડ્સમાં ગર્લ એન્ડ બોઇસ નું મેગા ફાઈનલ રાસોત્સવ નું આયોજન થયેલ હોય જેમાં જુનીયર કિડ્સના મેગા ફાઈનલમાં રૂમઝૂમ ૨૦૨૫ નાં પ્રિન્સ તરીકે કુશ પાંજરી અને પ્રિન્સેસ તરીકે પુરવા ગોહેલ નામના બંને ખેલૈયાઓ જુનીયર કિડ્સના મેગા ફાઈનલમાં વિજેતા જાહેર થયેલા હોય અને બંને ખુબ સારી રમત જોઇને માણસો ચકિત થઈ ગયેલા હતા ત્યારે આ બંને પ્રિન્સ અને પ્રિન્સેસ જાહેર થતા બંને વિજેતાઓને રેન્જર બાયસિકલ આપેલ તેમજ પ્રિન્સ અને પ્રિન્સેસ નાં બેલ્ટ રૂમઝૂમ ૨૦૨૫ ની પ્રિન્સ અને પ્રિન્સેસ ની ટ્રોફી તેમજ અન્ય ઇનામો આપેલા હતા
તે જ રીતના જુનીયર કિડ્સમાં ગર્લ અને બોઈસને રનર્સઅપ પ્રિન્સ અને પ્રિન્સેસ ને નાની રેન્જર બાયસિકલ આપવામાં આવી હતી તેમજ ટોપ -૧૦ પણ વિજેતા જાહેર કરવામાં આવેલ હતા આવી જ રીતે ટોપ-૧૦ વિજેતા ને અઢળક ઇનામો દ્વારા નવાજવામાં આવેલ હતા સિનયર કિડ્સ ના ખેલૈયાઓનો પણ મેગા ફાઈનલ રચવામાં આવેલ હોય ત્યારે આ રૂમઝૂમ નવરાત્રી ૨૦૨૫ નાં સિનયર કિડ્સ નાં મેગા ફાઈનલમાં પ્રિન્સ અને પ્રિન્સેસ તરીકે વિજેતા જાહેર થયેલા હોય તેવા સિનયર કિડ્સ ના મેગા ફાઈનલમાં બોઈસમાં પ્રિન્સ તરીકે યથાત રામદત્તી વિજેતા જાહેર થયેલો હોય તેવી જ રીતે સીનયર કિડ્સ ના મેગા ફાઈનલમાં પ્રિન્સેસ તરીકે એન્જલ ભૂતિયા નામની દીકરી વિજેતા જાહેર થયેલ હતી.
ત્યારે આ સિનયર કિડ્સ મેગા ફાઈનલ નાં પ્રિન્સ અને પ્રિન્સેસ સેમસંગ કંપની ના આઈપેડ તેમજ પ્રિન્સ તથા પ્રિન્સેસ માટેનો રૂમઝૂમ ૨૦૨૫ નો બેલ્ટ તેમજ પ્રિન્સ તથા પ્રિન્સેસ તરીકે નો એવોર્ડ તથા અન્ય ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા એવી જ રીતે સિનયર કિડ્સ નાં રનસપ બોઈસ અને રનર્સઅપ ગર્લ તરીકે પણ તેમજ ટોપ -૧૦ ગર્લ અને ટોપ-૧૦ બોઈસ તરીકે વિજેતા જાહેર થયેલા હોય તેમને પણ અઢળક ઇનામો ની વણજાર આપી પ્રોત્સાહિત કરેલ હતા.
યંગસ્ટાર ભાઈઓ તથા બહેનો માટે પણ મેગા ફાઈનલ રચવામાં આવેલ હોય ત્યારે રૂમઝૂમ -૨૦૨૫ નાં યંગસ્ટર મેગા ફાઈનલમાં યંગસ્ટર પ્રિન્સ તરીકે મનીષ લોઢારી તેમજ યંગસ્ટર પ્રિન્સેસ તરીકે અનીતા પરમાર વિજેતા જાહેર થતા પ્રિન્સ વિજેતા ને ૪૩” ના સ્માર્ટ ટી.વી. તથા પ્રિન્સેસ ને પણ ૪૩”ના સ્માર્ટ ટી.વી. તેમજ રૂમઝૂમ ૨૦૨૫ નાં પ્રિન્સ , પ્રિન્સેસ નાં બેલ્ટ તથા ટ્રોફી તેમજ અન્ય ઇનામો અને વાઉચર ગીફ્ટ આપવામાં આવેલ હતા. તે જ રીતે યંગસ્ટર રનસપ તરીકે બોઈસ અને ગર્લ નાં ઇનામ પણ આપવામાં આવેલ હોય તેમજ યંગસ્ટર માં ટોપ-૧૦ બોઈસ અને ટોપ-૧૫ ગર્લ તરીકે જે કોઇપણ વિજેતા થયેલ હોય તેમણે પણ અઢળક ઇનામ આપી નવાજવામાં આવેલ હતા. તેમજ આ વર્ષ રૂમઝૂમ રાસોત્સવ માં પ્રથમ વખત કેસ્યુલ (ડ્રેસિંગ વગર) મોટા ભાઈઓ તથા બહેનો ની નવ દિવસની સ્પર્ધા પણ રાખેલી હતી ત્યારે આ સ્પર્ધા માં નવરાત્રી નાં નવમાં દિવસે મેગા ફાઈનલ માં કેસ્યુલ પ્રિન્સ તથા પ્રિન્સેસ તેમજ ટોપ-૩ પણ રાખેલ હતા ત્યારે આ મેગા ફાઈનલ માં કેસ્યુલ પ્રિન્સ તરીકે કશ્યપ પરમાર તેમજ બહેનો માં પ્રિન્સેસ તરીકે રિદ્ધી ગોસ્વામી આવેલ હતા
પોરબંદર શહેર માં રૂમઝૂમ ૨૦૨૫ નવરાત્રી ને નંબર ૧ તરીકે પોરબંદરની પ્રજાજનોએ આવકારેલ હોય અને આ રૂમઝૂમ નવરાત્રી માં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હોય અને આ નવલી નવરાત્રીમાં નવ દિવસ સુધી ખેલીયાઓ અને શહેરી જનો એ રાસ-ગરબા રમી ખુબ જ આનંદ મેળવ્યો હોય ત્યારે આ આયોજનને સફળ બનાવવા માટે સ્વ શ્રી હેમતભાઈ ભીમજીભાઈ કારિયા નાં આશીર્વાદ અને પ્રેરણા થી જુનીયર રધુવંશી ગ્રુપ , આજકાલ મીડિયા પાર્ટનર દ્વારા આયોજિત રૂમઝૂમ ૨૦૨૫ નવરાત્રીનાં પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશભાઈ કારિયા (પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ) તેમજ તેમના સાથી મિત્રો રાજુભાઈ બદીયાણી, દેવભાઈ દત્તાણી, ચિરાગભાઈ કારિયા , આકાશ ગોદીયા , ડેનીશ કારિયા ,પ્રદીપભાઈ મોનાણી , પરમ કોટેચા ,અજય કોરડીયા, યોગેશ માલવિયા , વિમલ લાખાણી, સંજય રાણીંગા , જયંત નાંઢાં, પરેશ લાખાણી તેમજ મેઈન ગેટનાં મુખ્ય કાર્યકર્તા તરીકે જયેશભાઈ પોપટ અને ભરતભાઈ કોટેચા વગેરે જહેમત ઉઠાવી હતી.
આ આખા આયોજનનું સંચાલન ખુબ જ સારી રીતે જય ભાઈ કોટેચા એ કરેલ હોય ત્યારે નિર્ણાયક તરીકે કપરી કામગીરી કરતા ચિરાગભાઈ મોનાણી, શતીશ સાણથરા, મુકેશભાઈ ખખર, મનોજભાઈ જોગિયા તેમજ બહેનો માં અવંતિકા વાઝા, રુચિકા કક્કડ, પ્રિયંકા રૈયારેલા , રીન્કુ મોરઝરિયા એ આ સેવા આપેલી હતી ત્યારે મ્યુઝિકલ નાઈટનાં સાથી સંગાથી સ્વર તરંગ ઓરકેસ્ટ્રાના નીલેશ ઝાલા , સંજય ઝાલા, તેમજ કપિલ જોશી એ આ નવરાત્રીમાં ધૂમ મચાવી હતી.
લાઈટીંગ ડેકોરેશન માટે પલ્લવભાઈ હિંડોચા તેમજ સાઊન્ડ સીસ્ટમ જે.કે. સાઉન્ડ માટે રામભાઈ ઓડેદરા અને મંડપ અને બેઠક વ્યવસ્થા માટે ચિરાગભાઈ ઠકરાર આભુષણ મંડપ તેમજ આ આયોજન માં કેન્ટીન માટેની સુંદર વ્યવસ્થા ધવલભાઈ પોપટ દ્વારા તેમજ કોલ્ડ કોફી અને ઓરીયો શેક માટે પ્રણામ ગોલા વાળા મયુરભાઈ તેમજ ચા- કોફી માટે ચામુંડા ટી વાળા નીતિનભાઈ લોકોએ ખુબ જ સારી આ ખાણી-પીણીની વ્યવસ્થા રાખેલ હતી.
આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા , નગરપાલિકા પૂર્વ પ્રમુખ સરજુ ભાઈ કારિયા ,પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા , સી.ટી. ડી. વાય .એસ.પી. ઋતુ બેન રાબા તેમજ કમલાબાગ પોલીસ પી.આઈ કાનમીયા તથા જીલ્લા કલેકટર ધાનાણી , ડી.ડી.ઓ. ચૌધરી , પોરબંદર છાયા નગરપાલિકા કમિશનર પ્રજાપતિ , મનોજભાઈ ઠકરાર, ભરતભાઈ પોપટ , ભરતભાઈ મોદી , ભરતભાઈ પાંઉ , તેમજ નામી અનામી અગ્રણીઓ તથા સરકારી અધિકારીઓ
અને આયોજન માં સ્પોન્સશીપ આપનાર હાથી સિમેન્ટ નાં નરેન્દ્રભાઈ શીંગ તેમજ સુરેશભાઈ કોઠારી તેમજ જેમણે સ્પોન્સરશીપ આપેલ હોય તેવા તમામ વેપારી મિત્રો અને ખાસ કરીને મીડિયા નાં પત્રકાર ભાઈઓ રાજભા જેઠવા , પાર્થભાઈ જોશી જીજ્ઞેશભાઈ પોપટ , જયેશભાઈ જોષી , અશોકભાઈ થાનકી, નીપુલભાઈ પોપટ , સિદ્ધાર્થભાઈ બુદ્ધદેવ , જીતુભાઈ ચૌહાણ , વિપુલભાઈ ઠકરાર વગેરે તથા પોલીસ સ્ટાફ ભાઈઓ તેમજ પીજી.વી.સી.એલ નો પણ પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશભાઈ કારિયા એ આભાર માનેલ
આયોજન ની સફળતામાં તમામ નો સહયોગ આપેલ હોય ત્યારે ખેલૈયાઓ તેમજ શહેરીજનોનો પણ આભાર માનેલ હોય અને અંત માં જણાવેલ આ રૂમઝૂમ નવરાત્રી -૨૦૨૫ ની સફળતા નું કારણ ટીમની એકતા નું પ્રતિરૂપ મળેલ હોય ત્યારે આ સફળતા મળેલ હોય ત્યારે આવતા વર્ષે પણ રૂમઝૂમ -૨૦૨૫ નું આયોજન કરશું તેવી જાહેરાત કરેલી હોય અને ખાસ સ્વ. શ્રી હેમતભાઈ ભીમજી ભાઈ કારિયા ની પ્રેરણા અને આશીર્વાદ થી પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશભાઈ કારિયા ગ્રાઉન્ડ માં આભાર માનતી વખતે ખેલૈયા ઓ અને શહેરીજનો નો આભાર માની ને જણાવેલ કે આ રૂમઝૂમ મારું નથી તમારું છે અને અમે તો કામ કરનારા છે અને મોટી બહોળી સંખ્યા માં ખેલૈયા ઓ અને દર્શકો ને જોઈં અને પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશભાઈ કારિયા ની આંખો માં ખુશી થી પાણી ઉભરાય આવ્યા હતા અને ગળગળા થઈ ખુબ ખુબ આભાર માન્યો હતો.





