તાજેતરમાં સુરતમાં આવેલ યશ ટેનિશ એન્ડ બેડમિન્ટન એકેડમી ખાતે યોજાયેલ અંડર 13 ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પોરબંદરના રૂદ્ર ઓડેદરાએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ આ ટુર્નામેન્ટમાં અંડર 13 ડબલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર પોરબંદરનું ગૌરવ વધાર્યું છે.
રૂદ્ર ઓડેદરા પોરબંદર ખાતે આવેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં રમતગમત અધિકારી મનીષ ઝીલડીયાના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ મારફત બેડમિન્ટન વિભાગમાં પસંદગી પામી હાલ તેઓ વિદ્યાનગર ખાતે આવેલ આઈ.બી.પટેલ વિદ્યાલયમાં ધોરણ સાતમાં અભ્યાસ કરી સાથે સાથે બેડમિન્ટન રમતમાં પણ આગળ વધી રહ્યો છે.
રુદ્રની આ સફળતા માટે અભિનંદન આપી ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી મહાત્મા ગાંધીની જન્મ ભૂમિ પોરબંદરનું નામ રોશન કરે તેવી જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા અને પ્રમુખ રોનક દાસાણીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
