રોટરી ક્લબ ઓફ પોરબંદર અને જીએમસી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એન્જીનિયર્સ ડેનું આયોજન કરેલ હતું. રોટરી કલબ પોરબંદર દ્વારા પોરબંદરના 20+ નામાંકિત ઇજનેરોને પ્રશંસા પ્રમાણપત્ર, પુસ્તક અને સુતર ની દોરી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફેલોશિપ તરીકે એમના સમ્માન માં એક બ્રેકફાસ્ટ મીટ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં એન્જીનીયરોનું મહત્વ દર્શાવવા માટે ખાસ વિડીયો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સિરાઝભાઈ પોપટિયા, હર્ષિતભાઈ રૂઘાણી, શૈલેષભાઈ જોષી, ઝાકીરભાઈ દેથા, મનીષભાઈ દાસાણી, પ્રફુલભાઈ થાનકી, આનંદભાઈ પોપટિયા, જયેશભાઈ આચાર્ય, અનિલભાઈ મોતીવરસ, નિર્મેશભાઈ મહેતા, નીરવભાઈ લાખાણી, વિપુલભાઈ સોમાણી, મનીષભાઈ નાંઢા, આકાશભાઇ વિઠલાણી, રૂષભભાઈ વારિયા, મિલનભાઈ ઠાકર, જયદીપસિંહ જેઠવા, પ્રણયભાઈ રાવલ, પ્રજ્ઞેશભાઈ મહેતા અને કપિલભાઈ મદલાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રિન્સિપાલ ગરિમા જૈને કર્યું હતું અને આભારવિધિ રોટરી ક્લબ ઓફ પોરબંદર પ્રમુખ પૂર્ણેશ જૈન દ્વારા કરવામાં આવી હતી.એન્જિનિયર્સ એસોસિએશનના પ્રમુખ મિલન ઠકરાર દ્વારા આ આભારવિધિ સમારોહ માટે રોટરી ક્લબ ઓફ પોરબંદર અને જીએમસી સ્કૂલનો આભાર માનવામાં આવ્યો હતો.આ પ્રસંગે રોટરી સભ્ય ડી.કે.ગેડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.