Tuesday, October 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ની સેન્ટ મેરી શાળા ની બસ માં લીમીટ થી વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવતા રજૂઆત

પોરબંદરની સેન્ટ મેરી શાળા ની બસમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને લઇ જવાતા હોવાથી એ.બી.વી.પી.એ રજૂઆત કરી આંદોલન ની ચીમકી આપી હતી.

પોરબંદર ની સેન્ટ મેરી શાળા દ્વારા સ્કુલ બસ માં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ ને બેસાડવામાં આવતા હોવાની એબીવીપી ને ફરિયાદો મળતા એબીવીપી ની ટીમ શાળા ખાતે દોડી ગઈ હતી. અને શાળા દ્વારા આર્થિક ઉપાર્જન માટે બસમાં લિમિટ કરતા વધારે બાળકોને બેસાડી જીવનું જોખમ ઉભુ કર્યું હોવાની રજૂઆત કરાઈ હતી. અને આવેદન પાઠવી બે દિવસમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા વાલીઓ ને સાથે રાખી બસ રોકો આંદોલન કરવામાં આવશે.તેવી પણ ચીમકી અપાઈ હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે