પોરબંદર માં યોગ કોચ ની નિમણુક માં અન્યાય થયો હોવાનું જણાવી સિનીયોરીટી પ્રમાણે નિમણુક કરવા તમામ યોગ કોચ દ્વારા સાંસદ અને કેન્દ્રીય મંત્રી ને રજૂઆત કરાઈ છે.
પોરબંદર ખાતે આવેલ સાંસદ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો મનસુખ માંડવીયા , સી.આર.પાટીલ વગેરે ને જીલ્લા ના તમામ યોગ કોચ દ્વારા લેખિત રજૂઆત કરાઈ હતી. જેમાં જણાવ્યું હતું કે ગાંધીનગર ના એ બી એન્ટરપ્રાઈઝ દ્વારા સ્ટેટ કોર્ડીનેટર (યોગ), ઝોન કોર્ડીનેટર (યોગ), યોગ કોચ જિલ્લા/તાલુકા એમ ત્રણ વિભાગમાં યોગ્યતા ધરાવનાર ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં જીલ્લા ના યોગ કોચ દ્વારા ત્રીજા વિભાગ યોગ કોચ પોરબંદર વિભાગમાં અરજી કરી હતી.
અરજીના માપદંડ પ્રમાણે રજૂઆત કરનાર યોગ કોચ ની પસંદગી કરવાની થાય છે. કારણ કે સમગ્ર જિલ્લામાં જિલ્લા કોચનું સૌથી વધારે મેરીટ સાથે અનુભવ ધરાવે છે. તેમ છતાં આ વિભાગમાં જિલ્લા કોચ તરીકે પસંદગી જાહેરાત પ્રમાણે ન કરતા જિલ્લામાં અન્ય ઉમેદવાર ને માપદંડમાં ન હોવા છતાં જિલ્લા કોચ (યોગ કો-ઓર્ડીનેટર) તરીકે નિમણૂંક કરાઈ છે. જે સિનિયોરિટી અને મેરિટ મુજબ થઇ નથી તેવું પ્રતિત થાય છે. જેથી તમામ યોગ કોચને અન્યાય થયો છે. જેથી નિમણૂક બાબતે ફેરવિચારણા કરીને યોગ્ય સિનિયોરિટી તેમજ મેરિટ મુજબ નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.