Thursday, October 31, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે ફેબ્રુઆરી માસ માં યોજાનાર મહેર સમાજ ના સમૂહ લગ્નોત્સવ માટે નોંધણી શરુ

પોરબંદર શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેર સમાજના સમુહ લગ્ન યોજાશે. જેના માટેની નામ નોંધણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા તા. ૧૮-૨-૨૪ને રવિવારના રોજ પોરબંદર ખાતે મહેર જ્ઞાતિના સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. લગ્ન સમયે ખોટી દેખાદેખી તેમજ બિનજરૂરી ખર્ચાઓને ઘટાડવા તથા જરૂરિયાતમંદ પરિવારને મદદરૂપ બનવાની શુભ ભાવનાથી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી મહેર જ્ઞાતિના સમૂહલગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.

સમૂહ લગ્ન ઉત્સવનું નિયમિત આયોજન કરી સંસ્થા દ્વારા છેલ્લા ૨૨ વર્ષમાં મહેર જ્ઞાતિના અનેક દીકરા-દીકરીઓના લગ્ન કરાવી સામાજિક જાગૃતિનું અભિયાન ચલાવી રહી છે.

તા. ૧૮-૨-૨૦૨૪ના રોજ યોજાનારા મહેર જ્ઞાતિના સમૂહ લગ્ન ઉત્સવની નોંધણી કાર્ય શરૂ થઇ ચૂકેલ છે. લગ્ન નોંધણી માટે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ કાર્યાલય, શ્રી મહેર વિદ્યાર્થી ભવન, એરપોર્ટ રોડ, માધવાણી કોલેજ સામે, શ્રીરામ પેટ્રોલ પંપની બાજુમાં, પોરબંદર મુકામે સવારે ૧૦થી સાંજે ૬ વાગ્યા સુધી નોંધણી કાર્ય કરવામાં આવી રહ્યું છે. તા. ૩૧-૧-૨૦૨૪ને બુધવાર સુધીમાં સમૂહ લગ્નની નોંધણી કરાવવા મહેર જ્ઞાતિને અપીલ કરવામાં આવી છે.

ગત વર્ષે ૨૦૨૩માં સંસ્થા આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં જામનગરના રહેવાસી જેસાભાઇ મેરામણભાઇ કેશવાલા પરિવાર દ્વારા સમૂહ લગ્નનું અનુદાન આપવામાં આવેલ હતું તેમજ વર્ષ ૨૦૨૨માં પરડવાના રહેવાસી દેવાભાઇ પરમાર પરિવાર દ્વારા સમૂહ લગ્ન ઉત્સવમાં જમણવારનું અનુદાન આપવામાં આવેલ હતું તેમજ નામી-અનામી અસંખ્યા દાતાએ પોતાનું બહુમૂલ્ય અનુદાન વર્ષોથી આપી રહ્યા છે. આ વર્ષે પણ સંસ્થા આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં જ્ઞાતિઓના દાતાશ્રીઓ સમગ્ર સમૂહ લગ્નોત્સવ, કરિયાવર તેમજ જમણવાર સહિતના અનુદાન માટે સંસ્થા દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે. આ બાબતે વધુ માહિતી માટે સંસ્થાના પોરબંદર કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે.

સંસ્થા દ્વારા યોજાનારા મહેર જ્ઞાતિના સમૂહ લગ્નમાં દીકરીને બહોળી સંખ્યામાં કરિયાવરની સાથે સાત ફેરા તથા કુંવરબાઇના મામેરાની સરકારની યોજના હેઠળની કાર્યવાહી સંસ્થા દ્વારા કરી આપવામાં આવે છે. તેમજ નગરપાલિકામાંથી લગ્ન સર્ટીફિકેટની કાર્યવાહી સંસ્થા દ્વારા કરી આપવામાં આવે છે. આવો, આપણે સૌ ખોટા ખર્ચાઓ અને દેખાદેખીને ત્યજી જ્ઞાતિના સામાજિક વિકાસના પથ ઉપર આગળ જઇએ. સામાજિક જાગૃતિ સાથે સમૃધ્ધ પરિવાર અને સમાજની રચના કરીએ.

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આયોજિત સમુહ લગ્ન ઉત્સવ ૨૦૨૪ના આયોજનમાં સંસ્થાના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા, મહામંત્રી બચુભાઇ આંત્રોલિયા, જીતેન્દ્રભાઇ વદર તેમજ ઉપપ્રમુખ અને અધ્યક્ષ અરજનભાઇ ખીસ્તરીયા, ઉપપ્રમુખ તેમજ સહઅધ્યક્ષ નવઘણભાઇ મોઢવાડીયા તેમજ મુખ્ય કન્વીનર તથા ટ્રસ્ટી દેવાભાઇ ભૂતિયા, સહકન્વીનર દેવાભાઇ ઓડેદરા, સહકન્વીનર હીરાબેન રાણાવાયા તથા બાબુભાઇ કારાવદરા, સંસ્થાના કોષાધ્યક્ષ તેમજ ટ્રસ્ટી આલાભાઇ ઓડેદરા તેમજ મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ રમાબેન ભૂતિયા, તથા ઉપપ્રમુખ મંજુબેન કારાવદરા તેમજ મહિલા મંડળના બહેનો, સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ તથા તથા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સમૂહ લગ્નની વધુ માહિતી માટે સંસ્થાના પોરબંદર કાર્યાલય મહેર વિદ્યાર્થી ભવન, એરપોર્ટ રોડ,માધવાણી કોલેજ સામે, પોરબંદર ખાતે રૂબરૂ અથવા સંસ્થાના મો. ૯૯૭૪૮ ૦૮૯૦૦ ઉપર સંપર્ક કરી શકો છો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે