Tuesday, October 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં યોજાનારી કોસ્ટલ હાફ મેરેથોનનું રજીસ્ટ્રેશન શરૂ:ચોપાટી સ્વીમીંગ પોઇન્ટ ખાતે ડિજીટલાઇઝેશન લોંચીંગ કાર્યક્રમ યોજાયો

પોરબંદરમાં યોજાનારી કોસ્ટલ હાફ મેરેથોનનું રજીસ્ટ્રેશન શરુ થયુ છે. અને શ્રી રામ સી સ્વીમીંગ કલબ દ્વારા તેના માટેની તડામાર તૈયારીઓ ધમધમી રહી છે.ચોપાટીના સ્વીમીંગ પોઇન્ટ ખાતે ડિજીટલાઇઝેશન લોંચીંગ કાર્યક્રમ યોજાયો હતો.

શ્રી રામ સી સ્વીમીંગ કલબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરના નાગરિકો માટે કોસ્ટલ હાફ મેરેથોન યોજાશે. જેમાં બે લાખ જેટલા રોકડ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશા. હાફ મેરેથોનમાં ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. જે અન્વયે આજે ડિઝીટલ રજીસ્ટ્રેશન લોંચીંગ કાર્યક્રમ યોજાયો હતો. ચોપાટી સ્વીમીંગ પોઇન્ટ ખાતે ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુના હસ્તે લોંચીંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

‘ફિર સે દોડેગા પોરબંદર’ સૂત્ર હેઠળ શ્રી રામ સી સ્વીમીંગ કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૦-૧૧-૨૦૨૪ને રવિવારે સવારે ૬ વાગ્યે પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન-૨૦૨૪ યોજાશે. સવારે ૬ વાગ્યે શરુ થનારી મેરેથોન સ્પર્ધા માટે સ્પર્ધકોએ વહેલી સવારે ૫:૩૦ વાગ્યે રિપોર્ટીંગ કરાવવું ફરજીયાત છે. અલગ- અલગ વયજૂથમાં વિવિધ દોડના અંતર સાથે સ્પર્ધા યોજાશે. જેમાં ૬ વર્ષથી ૮ વર્ષ અને ૮ વર્ષથી ૧૦ વર્ષના બાળકો માટે બે કિ.મી. કિડસ રન યોજાશે, ૧૪ થી ૧૦૦ વર્ષ સુધીના લોકો માટે પાંચ કિ.મી. ફન રન સ્પર્ધા યોજાશે, ૧૦ થી ૧૪ વર્ષના તરુણો અને કિશોરો માટે પાંચ કિ.મી. સ્માર્ટ રન યોજાશે. ૧૪ થી ૧૦૦ વર્ષ સુધીના લોકો માટે ૧૦ કિ.મી. ફિટનેશ રન યોજાશે, ૧૪ થી ૧૦૦ વર્ષ સુધીના સ્પર્ધકો માટે ૨૧ કિ.મી. સુધીની હાફ મેરેથોન યોજાશે. કિડસ રન માટે ૧૫૦ રૂપિયા, ફન રન માટે ૨૦૦ રૂપિયા, સ્માર્ટ રન માટે ૨૫૦ રૂપિયા, ફીટનેશ રન માટે ૪૦૦ રૂપિયા, ૨૧ કિ.મી. હાફ મેરેથોન માટે ૬૦૦ રૂપિયા રજીસ્ટ્રેશન ફી નિયત કરવામં આવી છે. ટી-શર્ટ પહેરીને દોડવા માટે એકસ્ટ્રા રૂપિયા ૨૦૦ ફી આપવાની રહેશે. આ સાથે સ્પર્ધકોએ સંમતિપત્ર આપવુ પડશે તેમજ સગીરવયના સ્પર્ધકોએ પોતાના વાલી કે માતા-પિતાનું સંમતિપત્ર આપવુ જરૂરી છે. અરજીપત્રકમાં સ્પર્ધકનું નામ, જન્મ, તારીખ, સરનામુ અને શહેરનું નામ, કોન્ટેકટ નંબર, ઈમરજન્સી નંબર, ઇ-મેઈલ આઇ.ડી. બ્લડગ્રુપ, ટીશર્ટની સાઇઝ સહિતની વિગતો ભરવાની રહેશે.

ડિઝીટલ રજીસ્ટ્રેશન લોંચીંગ ઇવેન્ટ યોજાઈ હતી. પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનમાં રજીસ્ટ્રેશન કરવા માટેની અંતિમ તા. ૩-૧૧-૨૦૨૪ છે. રજીસ્ટ્રેશન કરાવતીવેળાએ સ્પર્ધકોએ આધારકાર્ડ આપવુ ફરજીયાત રહેશે. જે સ્પર્ધકો પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેમણે હર્ષિત રૂઘાણી મો. ૮૩૨૦૭૭૯૬૯૯, છાયા ચોકી રોડ, શિવાબેકર્સ સામે પોરબંદર, રામ ઇલેકટ્રોનિકસ, બેંક ઓફ બરોડાની ઉપર, એમ.જી. રોડ, પોરબંદર-મો. ૯૮૨૫૨ ૮૩૯૪૧, મનીષભાઈ માલવીયા, રૂબી ટ્રેડીંગ, છાયા રોડ, જમાતખાના સામે મો. ૯૪૨૬૨ ૨૬૨૬૭, અજયભાઈ લોઢીયા, શક્તિ જેમ્સ, ફ્રેન્ડસ પેટ્રોલ પંપ પાસે – મો. ૯૮૨૫૭ ૩૧૯૨૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. તેમજ નિયત નમૂનામાં ભરેલા અરજીપત્રકો પણ ઉપરોકત ચાર સ્થળોએ જમા કરાવી શકાશે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે