પોરબંદર માં ૪૦૦ જરૂરીયાતમંદ પરિવારો ને રાશન કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
પોરબંદરમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારો માટે શ્રી તિરુપતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદર તેમજ શ્રી જલારામ મંદિર એન કોમ્યુનિટી સેન્ટર ગ્રીન ફ્રોર્ડ લંડન (યુ.કે.) ના સંયુક્ત ઉપક્રમે 400 પરિવારને રાશન કીટ નું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય વંદનીય ગો. 108 શ્રી વસંતકુમારજી મહારાજશ્રીના વરદ હસ્તે કરવામાં આવેલ. સાથે આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા,એડવોકેટ ભરતભાઈ લાખાણી પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ મજીઠીયા પોરબંદર લોહાણા મહાજન ના મંત્રી રાજુભાઈ લાખાણી માનવતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારીયા સાહેલી ગ્રામ સંસ્થા બગવદર ના પ્રમુખ નીતાબેન વોરા બ્રહ્મક્ષત્રી સમાજના પ્રમુખ મનીષભાઈ, શ્રી સેવા આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હર્ષદભાઈ રૂઘાણી સાથે ધર્મેશભાઈ પરમાર ઉપસ્થિત રહેલા હતા કાર્યક્રમને સફળ બનાવવા શ્રી તિરુપતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવેલ કાર્યક્રમનું સંચાલન હરીશભાઈ થાનકી તેમજ તેમની સાથે મિતાલીબેન કોટેચા એ કરેલ હતું.