પોરબંદર માં ચાર વર્ષ પહેલા એપાર્ટમેન્ટ ના ચોકીદારે સાત વર્ષ ની બાળકી પર જાતીય હુમલો કરી ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ કરી હતી. જે કેસ સ્પેશ્યલ પોસ્કો કોર્ટ માં ચાલી જતા કોર્ટે આરોપી ને વીસ વર્ષ ની સજા ફટકારી છે.
પોરબંદર શહેર બહાર ના વિસ્તાર માં આવેલા એપાર્ટમેન્ટ માં પગી તરીકે નોકરી કરતા ભરત રામ બાપોદરા નામના શખ્સે ગત તા ૧૬/૩/૧૮ ના રોજ એક સાત વર્ષ ની બાળકી ટ્યુશન ક્લાસ માંથી અભ્યાસ કરી પરત ફરી હતી. ત્યારે તેને એપાર્ટમેન્ટના પ્રથમ માળે લઈ જઈ જાતીય હુમલો કરી ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ કરી હતી. જે અંગે બાળકી ના પિતા એ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ . એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીક્યુટર સુધિરસિંહ જેઠવા દ્વારા ૨૧ મૌખિક તથા ૨૭ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. બન્ને પક્ષોની દલીલો સાંભળી જજ એમ.કે.ભટ્ટ દ્વારા આરોપી ભરત રામજી બાપોદરાને વીસ વર્ષની સજા તથા દંડ ફટકારવામાં આવ્યો છે.