Saturday, November 23, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવની સરકારી વિનયન કોલેજનું રેકોર્ડબ્રેક ૯૨% પરિણામ આવ્યું

રાણાવાવની સરકારી વિનયન કોલેજનું બી એ સેમ-6 માં રેકોર્ડબ્રેક ૯૨% પરિણામ આવ્યું છે જેથી તેજસ્વી વિદ્યાર્થીઓ ને બિરદાવવામાં આવ્યા છે.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એપ્રિલ 2023માં લેવાયેલ બી.એ. સેમ-6ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સરકારી વિનયન કોલેજ, રાણાવાવનું બી.એ. સેમ-6નું 92% જેટલું ઊંચું પરિણામ છે. ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પૈકી સમાજશાસ્ત્ર વિષયમાં 16, અંગ્રેજીમાં 4, હિન્દીમાં 2 અને ગુજરાતીમાં 1 વિદ્યાર્થીઓએ ડિસ્ટિકશન પ્રાપ્ત કરેલ છે. વ્યક્તિગત પરિણામ પણ અત્યંત ધ્યાનાકર્ષક છે. મુખ્ય સમાજશાસ્ત્ર વિષયમાં હેમાલી અરજનભાઈ શિયાણી અને મુખ્ય હિન્દી વિષયમાં સોનલબેન અરજનભાઈ મોઢવાડીયાએ 79.57% સાથે કોલેજમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. મુખ્ય અંગ્રેજી વિષયમાં માહિર આબુદમિયાં કાદરીએ 74% ગુણ અને મુખ્ય ગુજરાતી વિષયમાં માધવી મનસુખભાઈ ઓડેદરાએ 71.86% ગુણ પ્રાપ્ત કર્યા છે. સ્નાતક થયેલા સૌ વિદ્યાર્થીઓને આચાર્યશ્રી ડો. કે. કે. બુદ્ધભટ્ટી સહિત સમગ્ર સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

વર્ષ 2012થી પોરબંદર જિલ્લાના ઐતિહાસિક રાણાવાવ નગરમાં શરૂ થયેલી મોડેલ ડિગ્રી કોલેજ સરકારી વિનયન કોલેજ રાણાવાવ કોલેજ સ્થાપના વર્ષથી જ ઉત્તમ પરિણામ આપી રહી છે. પોરબંદર જિલ્લામાં સૌથી વધુ વિષય પસંદગીની સ્વતંત્રતા આપતી આ સરકારી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોલેજના અધ્યાપકોની દ્રષ્ટાંતરૂપ નિષ્ઠા અને સામર્થ્ય થકી ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ ધપે છે. સરકારી વિનયન કોલેજ રાણાવાવમાં આર્ટ્સ વિદ્યાશાખાના વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ કોલેજ દ્વારા ચાર ભાષા (ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી) તથા ત્રણ સામાજિક વિજ્ઞાનના વિષયો (સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને ઇતિહાસ) એમ કુલ સાત જેટલા વિષયોનો અભ્યાસ કરાવવામાં છે. કલા/આર્ટ્સના વિષયો દ્વારા વિદ્યાર્થીઓ પોતાની ઉત્તમ કારકિર્દી ઘડી શકે છે. વધુ વિગત માટે કોલેજની વેબસાઈટ governmentartscollegeranavav.edu.in પર મુલાકાત લેવી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે