Sunday, April 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવના હેડકોન્સ્ટેબલ રીફ્રેશર કોર્ષની ઈન્ડોર પરીક્ષામાં રાજયભરના ૨૭૧ પરીક્ષાર્થીઓમાં પ્રથમક્રમે

રાણાવાવ પોલીસમથક ખાતે હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવાને બિનહથીયારી હેડકોન્સ્ટેબલ રીફ્રેશર કોર્ષની ઈન્ડોર પરીક્ષામાં ૨૦૦ માંથી ૧૮૦ ગુણ સાથે રાજયભરમાં પ્રથમક્રમ મેળવીને પોરબંદર જીલ્લાપોલીસનું ગૌરવ વધારતા આ પોલીસકર્મચારીને બિરદાવવામાં આવ્યા છે.

પોલીસ કર્મચારી તરીકે દસેક વર્ષ સુધી ફરજ બજાવી લે પછી તેના માટે રીફ્રેશર કોર્ષ તાલીમનું આયોજન થાય છે. વર્ષ ૨૦૧૧ ની સાલમાં લોકરક્ષક તરીકે પોરબંદર પોલીસમાં જોડાયેલા માધવપુર નજીકના નાના એવા રાતીયા ગામના અલ્પેશભાઈ ચનાભાઈ રાઠોડે પ્રમોશન મેળવીને કોન્સ્ટેબલ અને ત્યારબાદ ૨૦૧૮ ની સાલમાં હેડકોન્સ્ટેબલ તરીકેની નીમણુંક મેળવ્યા બાદ તેઓ હાલમાં પણ રાણાવાવ પોલીસ મથક ખાતે હેડકોન્સ્ટેબલની સેવા આપી રહ્યા છે. આથી તેમની બિનહથીયારી હેડ કોન્સ્ટેબલ રીફ્રેશર કોર્ષની ઈન્ડોર તાલીમનું જુનાગઢના એસ.આર.પી. ટ્રેનીંગ સેન્ટર સોરઠચોકી ખાતે આયોજન થયું હતું.

એક મહિનાની આ તાલીમ દરમીયાન તેમણે પોલીસની તમામ પ્રકારની ટ્રેનીંગ દોડ, પી.ટી., રાયફલ શુટીંગ, ફીટનેસથી માંડીને જુદા જુદા પ્રકારના કાયદાઓ અને કલમોની લો ની તાલીમ મેળવી હતી અને ત્યારબાદ પરીક્ષા લેવાઈ હતી.

બિનહથીયારી હેડ કોન્સ્ટેબલ રીફ્રેશર કોર્ષની ઈન્ડોર પરીક્ષામાં બે વખત ૧૦૦-૧૦૦ માર્કસની કસોટીનું આયોજન થયુ હતું. જેમાં તા. ૧૯/૧ ના લેવાયેલી પરીક્ષામાં ૧૦૦ માંથી ૮૬ માર્ક અને તા. ૪/૫ ના લેવાયેલી પરીક્ષામાં ૧૦૦ માંથી ૯૪ માર્કસ સહિત બંન્ને પરીક્ષાના મળી કુલ ૧૮૦ માર્કસ મેળવીને ૨૭૧ જેટલા તાલીમાર્થીઓમાંથી રાજયભરમાંથી પ્રથમક્રમે વિજેતા જાહેર થયા હતા. ગુજરાત રાજયમાં તેમને પ્રથમક્રમ પ્રાપ્ત થયો છે. ત્યારે તેમની આ સિધ્ધિ બદલ પોરબંદર જીલ્લાપોલીસનું ગૌરવ પણ વધ્યું હોવાથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અનેક પોલીસમથકો ખાતે બજાવી છે નિષ્ઠાપુર્વક ફરજ ૨૦૧૧ની સાલમાં લોકરક્ષક તરીકેની નિમણુંક મેળવ્યા બાદ રાણાવાવ, બગવદર, કીર્તીમંદીર અને કમલાબાગ પોલીસમથકમાં બારેક વર્ષ સુધી નિષ્ઠાપુર્વક ફરજ બજાવ્યા બાદ છેલ્લા ત્રણેક મહિનાથી તેમની કરી રાણાવાવ પોલીસમથકમાં નીમણુંક થઇ છે. પોલીસના જુદા જુદા કાયદાઓ અને કલમો સહીત લો વિષયક ઉંડાણથી જાણકારી ધરાવતા અલ્પેશ રાઠોડે રાઈટર તરીકે જુદા જુદા પોલીસમથકોમાં સારી કામગીરી કરી છે અને એફ.આઇ.આર.ના કાગળો મજબુત બને તે માટે પોતાની આવડતનો લાભ આપ્યો છે. એમ.એ.બી.એડ્. જેવી ઉચ્ચશિક્ષણ ડીગ્રી મેળવનાર આ યુવાને ટેટની પરીક્ષા પણ પાસ કરી છે.

ખાતાકીય રીતે પોલીસ સબઈન્સ્પેકટરની પરીક્ષા લેવામાં આવે છે. તેના માટેની તડામાર તૈયારીઓ પણ તેઓ કરી રહ્યા છે. વાંચનનો અને કાયદાના પુસ્તકોનો ગજબનો શોખ ધરાવતા આ પોલીસકર્મચારી લો ઉપર પ્રભુત્વ મેળવવા માટે દરરોજ બે કલાક જેટલો સમય તેને ફાળવે છે. રીફ્રેશર ટ્રેનીંગ પણ તેમણે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ ભાગ લઇને શ્રેષ્ઠ પ્રદર્શન દાખવ્યું છે. અને રાજયભરના ૨૭૧ તાલીમાર્થીઓ પૈકી તેમણે ઇન્ડોર પરીક્ષામાં પ્રથમક્રમ મેળવ્યો છે. ત્યારે તે.મની આ સિધ્ધિને સૌ કોઈ દ્વારા બિરદાવવામાં આવી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે