રાણાવાવ ના ખંડણીખોર આરટી આઈ એકટીવીસ્ટ ને પોલીસે પાસા તળે સુરત જેલ માં ધકેલી દીધો છે.
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જીલ્લામાંથી આવારા અસામાજીક તત્વો વિરૂધ્ધ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના આપવામાં આવી છે જે અનુસંધાને રાણાવાવ અને પોરબંદર ના કિર્તીમંદિર પોલીસ મથક વિસ્તાર માં બિલ્ડીંગ અંગે કરેલી આરટીઆઈ પરત લેવાના નામે ખંડણી માંગવાના આરોપી વિનોદ હેમરાજભાઈ પરમાર (ઉ.વ.૫૩, રહે આશાપુરાચોક, જની પોસ્ટ ઓફીસ પાસે, રાણાવાવ)વિરૂધ્ધ પોલીસ અધિક્ષકની સુચના મુજબ પી આઈ એન.એન.તળાવીયાએ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા વિનોદ ને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી ના ઇન્ચાર્જ પી આઈ આર.કે.કાંબરીયાએ પાસા વોરંટની બજવણી કરી તેને સુરત જેલ ખાતે મોકલી આપ્યો છે.
પોલીસ ની કાર્યવાહી ના પગલે આરટીઆઈ ના નામે અરજીઓ કરી અરજી પરત કરવા તોડ કરતા તત્વો માં ફફડાટ જોવા મળે છે.