રાણાવાવ ગામે જેટકોના ૧૫ નંગ લોખંડના સ્ક્રેપ એંગલ ચોરાયા હતા જે મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
રાણાવાવ માં આવેલ જેટકો ના ૨૨૦ કે.વી.સબસ્ટેશન ની ઓફીસની પ્રિમાઇસિસની અંદર સી ટાઈપ કવાર્ટરની બાજુમાં રાખેલા રૂ ૯૬૦૦ ની કીમત ના ૧૫ નંગ લોખંડના સ્ક્રેપ એંગલ ની ગત તા ૩૦-૪ ના રોજ ચોરી થઇ હતી. જે મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા ચોરી કરનાર શખ્શ કાજાવદરી ગામ તરફ ના રસ્તે જતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસ તુરંત સ્થળ પર જઈ તપાસ કરતા રાજ બધાભાઈ કોડીયાતર (ઉ.વ.રર રહે.બારવાણનેશ)નામનો શખ્શ મળી આવ્યો હતો. આથી પોલીસે તેની પુછપરછ કરતા ચોરીનો મુદામાલ કાજાવદરી ગામ તરફ જતા રસ્તે ખળીના કારખાના પાસે બાવળની કાંટમાં સંતાડ્યો હોવાની કબુલાત આપતા પોલીસે તેને સાથી રાખી ચોરીમાં ગયેલ તમામ લોખંડના સ્ક્રેપ એંગલ કબ્જે કર્યો હતો. અને ચોરી ના ગુન્હા માં વપરાયેલ તેનું બાઈક પણ કબ્જે કરી રાજ ની વધુ પુછપરછ હાથ ધરી છે.