રાણાવાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની નવમી સાધારણ સભા યોજાઇ હતી. મંડળીના તમામ સભાસદોની સમક્ષ વર્ષ ૨૧-૨૨ના હિસાબો રજુ કરવામાં આવ્યા હતા. નવ વરસ પહેલા પચાસ રુપિયાની બચતથી શરુ કરેલ મંડળી આજે કરોડોનું ધિરાણ કરતી થઇ ગઈ છે. આપણાં દ્વારા આપણી બેંકની વ્યવસ્થા ઉભી કરવામાં આવી. શિક્ષકો દ્વારા જ માનદ સેવાથી વહિવટી ખર્ચ રહિત મંડળી બહુ મોટી સગવડ ઉભી થઈ છે. સહકારનો વિકાસ અનેક સમસ્યાઓનો ઉકેલ આપી શકે. આ સાધારણ સભામાં સભામાં મંડળીના વિકાસ અર્થે અનેક ઠરાવો થયા તથા વધુ વિકાસનો રોડમેપ રજુ થયો હતો.
સાધારણ સભા પ્રમુખ પોપટભાઈ ખુંટીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આગામી સમયની યોજનાઓની માહિતી ઉપ પ્રમુખ રાણાભાઈ ખુંટીએ રજુ કરી હતી. મંડળીના તમામ હિસાબો મંત્રી નરેન્દ્રભાઈ પટેલે રજુ કર્યા હતા. આ સભામાં રાણાવાવ તાલુકાની અન્ય ઓફીસના કર્મીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહયા હતા. રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ સામતભાઇ મોઢવાડીયા, મામલતદાર યશોરાજ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિરેન ઓડેદરા, પોરબંદર તાલુકા શિક્ષક મંડળીના પ્રમુખ હમીર ખીસ્તરીયા, આચાર્ય સંઘના પ્રમુખ મુળુભાઈ ઓડેદરા તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના મેનેજર તથા અન્ય આંમંત્રિતો પણ ઉપસિથત રહી મંડળીને શુભકામનાઓ પાઠવી સહકારી ક્ષેત્રના વિકાસને વેગ આપવા સૌ સભાસદોને બિરદાવ્યા હતા. સભાના અંતે સૌએ સાથે મળી ભોજન લીધુ હતુ.
આગેવાનો એ જણાવ્યું હતું કે આવનાર સમયમાં સહકારના વિકાસ માટે ઘટતુ કરવામાં આવશે. સમયની માંગને પહોચી વળવા શિક્ષકોના સહકારથી ભવિષ્યમાં અન્ય સહકારની યોજનાઓ બનાવવામાં આવશે. ઝડપી અને પારદર્શક વહિવટથી મંડળીમાં વધારાની અન્ય યોજનાઓ પણ મુકવામાં આવશે.