Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ ના આર ટી આઈ એક્ટીવીસ્ટ ને ચેક પરત કેસ માં બે વર્ષ ની સજા

રાણાવાવ ના આર ટી આઈ એક્ટીવીસ્ટે કન્ઝ્યુમર્સ સોસાયટી માં થી લીધેલી 2 લાખ ની લોન ની રકમ ચુકવવા ચેક આપ્યો હતો. જે પરત ફરતા કોર્ટ માં દાવો દાખલ થયો હતો. જેમાં કોર્ટે તેને બે વર્ષ ની સજા ફટકારી છે.

રાણાવાવમાં રહેતા આર.ટી.આઇ એકટીવીસ્ટ વિનોદ હેમરાજ પરમારે ધી ડેવલપમેન્ટ મલ્ટી પરપઝ ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી માંથી રૂ 2 લાખ ની લોન લીધી હતી. અને લોનની રકમ ભરપાઇ કરવા માટે ચેક આપ્યો હતો. અને તેઓએ મંડળીમાં લેખીતમાં લોન વહેલી તકે ભરી આપવા બાહેંધરી આપી હતી. તે ચેક પાછો ફરતા મંડળી દ્વારા કોર્ટમાં ૨૦૧૮ ની સાલમાં વિનોદ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. તે ફરીયાદ કોર્ટમાં ચાલી જતા જજ જી ટી સોલંકી એ વિનોદને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઇ મુજબ બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. તેમજ બાકી રકમ ફરીયાદીને ૩૦ દિવસમાં ચુકવી આપવાનો હુકમ કર્યો છે. અને જો ન ચુકવે તો વધુ બે માસની સજા કરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે