Tuesday, October 14, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં મુસ્લિમ સમાજ ના 225 પરિવાર ને રમજાન રાશન કિટ નું વિતરણ કરાયું

પોરબંદર માં રમજાન માસ નિમિતે મુસ્લિમ સમાજ ના ૨૨૫ પરિવારો ને રાશન કીટ નું વિતરણ કરાયું હતું.

હાલ માં મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે પોરબંદર શહેર માં વિવિધ પ્રકાર ની સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા ઉમ્મતી એન્ડ ઉન્નતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 225 મુસ્લિમ પરિવારો ને રમજાન મુબારક ની રાશન કિટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું જેમાં 30 થી વધુ ચીજ વસ્તુ ઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક પરિવાર ને 1500 રુપિયા થી વધારે રકમની રાશન કિટ 225 પરિવાર ને આપવામાં આવી હતી.

છેલ્લા 6 વરસ થી આ સંસ્થા દ્વારા રમઝાન રાશન કીટ નું વિતરણ કરવામાં આવે છે. ટ્રસ્ટ ના હોદેદારો એ જણાવ્યું હતું કે એવા પરિવાર સુધી આ કિટ પહોંચાડવામાં આવે છે જેઓ કોઈ પાસે હાથ લાંબો કરી શકતા નથી અને મધ્યમ પરિસ્થિતી ધરાવે છે આ રાશન કિટ માં રાશન ની દરેક વસ્તુ તથા ઈફ્તાર અને સેહરી માટેની વિષેશ વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.સંસ્થા દ્વારા વર્ષભર આંખોના મોતિયાના ઓપેરશન, સમૂહ ખતનાં , રાહત દવાખાના, મેડિકલ કેમ્પ , હિઝામાં કેમ્પ , એજયુકેશન (વિધાર્થી ફી, ચોપડા, યુનિફોર્મ) સહિતના સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ઉપરાંત છેલ્લા 7 વર્ષ થી સમૂહ લગ્ન નું આયોજન પણ કરવામાં આવે છે. આ વખતે પણ તારીખ 9-6-2024 ના શાનદાર રીતે સુ-વ્યવસ્થિત સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે