દર વર્ષે યોજાતા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માટે બાળકો નવી નવી કૃતિ રજૂ કરતા હોય છે. આ વર્ષે ઘેડ વિસ્તારની શ્રી રાજપુર પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષક ગૌસ્વામી વિશાલપુરી ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ ઓડેદરા નિરજ આર.(ધોરણ ૭) અને ભોગેસરા મેહુલ સી. (ધોરણ ૮) એ વિભાગ ૫ માં AI વોઈસ કેલ્ક્યુલેટર એપ નામની કૃતિ રજૂ કરી હતી. જે સૌપ્રથમ CRC લેવલ એ વિભાગ ૫ માં પ્રથમ આવી ત્યારબાદ તાલુકા અને જિલ્લા લેવલ એ વિજેતા થયા બાદ ઝોન કક્ષાએ અમરેલી સુધી પહોંચી હતી.ત્યારબાદ ત્યાંથી શ્રેષ્ઠ કૃતિ તરીકે રાજ્ય કક્ષાએ પસંદગી પામી છે. હવે આ કૃતિ રાજ્ય કક્ષા ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં ચાપરડા, જૂનાગઢ ખાતે રજૂ થશે.
રાજપુર પ્રા. શાળાના આ વિદ્યાર્થીઓએ દિવ્યાંગ વ્યક્તિઓને મદદ થઈ શકે તે હેતુથી એક AI સંચાલિત એપ બનાવી છે જે વોઇસ કેલ્ક્યુલેટર તરીકે કામ કરે છે. તેને પ્રશ્ન પૂછતા તે જવાબ પણ બોલીને સંભાળાવશે. આ એપ બાળકોને પોતે જ બનાવી છે જેના માટે તેઓએ MIT APP INVENTOR ઓનલાઈન ટૂલ નો ઉપયોગ કરેલો છે. રાજ્ય કક્ષા માટે પસંદ થવા બદલ શ્રી રાજપુર પ્રાથમિક શાળાના આચાર્ય જાસલબેન કરગટીયા, શાળા સ્ટાફ જસ્મિનાબેન પરમાર, હેતલબેન શાહ અને ભરતભાઈ ઓડેદરા અભિનંદન પાઠવ્યા હતા.અને બન્ને વિદ્યાર્થીઓ ખુબ આગળ વધે તેવી શુભકામનાઓ પણ આપી હતી.