પોરબંદર માં દિવાળીઓના તહેવારો દરમીયાન દુકાનો મોડી રાત્રી સુધી ખુલ્લી રાખવા પરવાનગી આપવા ચેમ્બર દ્વારા એસપી ને રજૂઆત કરાઈ છે.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા એ એસપી ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે આગામી દિવાળીઓના તહેવારોને અનુલક્ષીને વેપારીઓને દુકાનોમાં સાફ-સફાઈ રીનોવેશન માલ-સામાનની ગોઠવણી સહિતના કામકાજ માટે દુકાનો,પેઢીઓ મોડી રાત સુધી ખુલ્લી ચાલુ રાખી શકે માટે પરવાનગી આપવી જરૂરી છે. તેમજ દુકાનો,પેઢીમાં કામ કરતા ગુમાસ્તાઓ દુકાનોના કામોમાં રોકાયેલા હોય તેઓ પણ મોડી રાત્રીના પોતાના ધરે જતા હોય છે. જેથી તેઓને પણ ઘરે જતા રસ્તામાં પોલીસ ઘ્વારા કોઈ પણ જાતની કનડગત કે હેરાનગતી થાય નહી તેવી યોગ્ય વ્યવસ્થા કરી લાગતા વળગતાને સુચના આપવા રજૂઆત માં જણાવ્યું છે.